મોસ્કોઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને ચીની રક્ષા પ્રધાન વેઇ ફેંગહી વચ્ચે શુક્રવારે બે કલાકથી વધુ સમય સુધી બેઠક યોજાઇ હતી. જેમાં પૂર્વી લદ્દાખમાં સીમા પર તણાવને ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સરકારી સૂત્રોએ આ માહિતી આપી હતી.
પૂર્વી લદ્દાખમાં મે માં સીમા પર થયેલા તણાવ બાદથી બંને તરફથી આ પહેલી ઉચ્ચ સ્તરીય બેઠક હતી. આ પહેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ગતિરોધ દૂર કરવા માટે ચીની વિદેશ પ્રધાન વાંગ યીની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠક દરમિયાન સિંહે પૂર્વી લદ્દાખમાં યથા સ્થિતિને બનાવી રાખવા અને સૈનિકોને તેજીથી હટાવવા પર ભાર મુક્યો હતો.
સિંહના કાર્યાલયે ટ્વીટ કર્યું કે, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને ચીની રક્ષા પ્રધાન જનરલ વેઇ ફેંગહી વચ્ચે મોસ્કોમાં બેઠક પૂર્ણ. આ બેઠક બે કલાક 20 મિનિટ ચાલી હતી.
ભારતીય પ્રતિનિધિમંડળે ચીની સેનાના પેંગોંગ નદીના દક્ષિણ તટમાં યથાસ્થિતિ બદલવાના નવા પ્રયાસો પર મોટી આપતિ દર્શાવી હતી અને બેઠકના માધ્યમથી ગતિરોધના સમાધાન પર ભાર મુક્યો હતો.
એક સૂત્રએ કહ્યું કે, બંને રક્ષા પ્રધાનો વચ્ચે વાતચીતનું કેન્દ્ર લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદના નિવારણના પ્રયાસો પર હતું.
રશિયાની રાજધાની મોસ્કોમાં એક પ્રમુખ હોટલમાં રાત્રે લગભગ સાડા નવ કલાકે (ભારતીય સમયાનુસાર) બેઠક શરૂ થઇ હતી. ભારતીય પ્રતિનિધિમંડળમાં રક્ષા સચિવ અજય કુમાર અને રશિયામાં ભારતના રાજદુત ડી બી વેંકટેશ વર્મા પણ હતા.
સૂત્રોએ જણાવ્યું કે, ચીનના રક્ષા પ્રધાને વાતચીત રજૂ કરી હતી. બંને નેતા એસસીઓ રક્ષા પ્રધાનની બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કોમાં છે.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે એલએસીમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે વિશ્વાસનો માહોલ, ગેર આક્રમિક્તા, આંતરરાષ્ટ્રીય નિયમો પ્રતિ સમ્માન તથા મતભેદોનું શાંતિપૂર્ણ સમાધાન જરૂરી છે.