અગાઉ રાજકુમારીનો ભાજપમાં સામેલ થવાનો કાર્યક્રમ લખનઉમાં હતો, પણ વિધાનસભા પેટાચૂંટણી આવી જતાં આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો. પૂર્વ સાંસદ રત્ના સિંહ મંગળવારના રોજ પ્રતાપગઢમાં મુખ્યપ્રધાન યોગીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતાં.
ઉત્તર પ્રદેશ: ચૂંટણી પૂર્વે કોંગ્રેસના રાજકુમારી ભાજપમાં જોડાયા !
પ્રતાપગઢ: ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પ્રતાપગઢના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા રાજકુમારી રત્નાસિંહ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો યોગી આદિત્યનાથની હાજરીમાં આજે તેઓ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી હતી. પ્રતાપગઢમાં આજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની રેલીમાં આ અંગે જાહેરાત થઈ હતી.
આપને જણાવી દઈએ કે, રાજકુમારી રત્ના સિંહ પૂર્વ વિદેશ પ્રધાન સ્વર્ગીય રાજા દિનેશ સિંહની પુત્રી છે. રાજા દિનેશ સિંહ પ્રતાપગઢમાં ચાર વાર અને તેમની પુત્રી રાજકુમારી રત્ના સિંહ ત્રણ વાર 1996, 1999 અને 2009માં સાંસદ રહી ચૂક્યા છે. રત્નાસિંહનો સમગ્ર પરિવાર કોંગ્રેસી હતો. તેમના પરિવારના રામપાલ સિંહ કોંગ્રેસ સંસ્થાપકના સદસ્ય હતો. પિતા રાજા દિનેશ સિંહ કોંગ્રેસ સરકારમાં વિદેશ પ્રધાન રહ્યા હતા. તેઓ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની ઘણા નજીક હતા. જેને લઈ નહેરુ-ગાંધી પરિવારમાં તેમને ખાસ્સુ માન મળતું. સાંસદ રહ્યા વગર પણ તેમને પ્રધાન બનાવ્યા હતાં. અચાનક કોંગ્રેસમાંથી રાજકુમારી વિદાય લેતા પ્રદેશ કોંગ્રેસમાં આંચકો લાગ્યો છે.