ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજીવ ગાંધી હત્યાકેસ: મદ્રાસ હાઇકોર્ટે આરોપી રોબર્ટ પાયસના 30 દિવસના પેરોલ મંજૂર કર્યા - રોબર્ટ પાયસના 30 દિવસના પેરોલ મંજૂર કર્યા

ચેન્નઇ:દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકેસના આરોપીઓમાંથી એર રોબર્ટ પાયસના મદ્રાસ હાઇકોર્ટે 30 દિવસના પેરોલ મંજૂર કર્યા છે. રોબર્ટના દિકરાના લગ્ન છે તેથી તેના પેરોલ મંજૂર કર્યા છે.

file photo

By

Published : Nov 21, 2019, 2:25 PM IST

ન્યાયાધીશ એમ.એમ સુંદરેશ તથા ટેકા રહમાનની ખંડપીઠ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો હતો. કોર્ટે તેમના નિર્મયમાં વડાપ્રદાન રાજીવ ગાંધીની હત્યાના આરોપીના 30 દિવસના પેરોલ મંજૂર કર્યા છે. જેથી તે તેના દિકરાના લગ્નમાં સામેલ થઇ શકે.રોબર્ટ પાયસ,રાજીવ ગાંધીની હત્યાના સાત આરોપીઓમાંથી એક છે. વર્ષ 1991થી તે જેલમાં સજા ભોગવી રહ્યો છે.

કોર્ટે તેના દિકરાના લગ્નની તૈયારી માટે પેરોલ આપી છે. ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશ તથા ટેકા રેહમાનની ખંડપીઠે પેરોલ અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે રોબર્ટ પાયસ માટે પેરોલની શર્તો આપવામાં આવી છે. તેને કોટ્ટિવાકમ,ચેન્નઇમાં જ રહેવું પડશે.

ABOUT THE AUTHOR

...view details