અયોધ્યા વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ રાજીવ ધવનને આ કેસમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ માહિતી ધવને આપી છે. આ અંગે તેણે ફેસબુક પોસ્ટ લખીને જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, મને કેસમાંથી દુર કરવામાં આવ્યા છે કારણ કે, મારું સ્વાસ્થય સારું ન હતું. જમીયત પાસે મને કેસમાંથી દૂર કરવાનો અધિકાર છે, પરંતુ આપેલું કારણ ખોટું છે.
રાજીવ ધવનને અયોધ્યા કેસમાંથી દૂર કરાયા
નવી દિલ્હી: સુન્ની વફ્ફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવનને બાબરી કેસમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
etv bharat
અયોધ્યા વિવાદમાં સુન્ની વફ્ફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેમને બાબરી કેસમાંથી દૂર કરવામાં આવ્યા છે.
Last Updated : Dec 3, 2019, 12:49 PM IST