ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજીવ ગાંધી હત્યા: એક દુર્ઘટના, અનેક મૌન સાથે જીવી રહી છે - ભગવતી પદ્મનાભન

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરંબદુરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલાની પીડા ત્રણ દાયકા પછી પણ કોંગ્રેસના ધારાસભ્યની યાદમાં જીવંત છે. કન્યાકુમારી જિલ્લાના વિલાવનકોડના ધારાસભ્ય વિજયાધરણીએ ઇટીવી ભારત સાથેની સમગ્ર ઘટના સાથે પોતાના પરિવારની પીડા શેર કરી છે.

Rajiv Assassination
રાજીવ ગાંધી હત્યા: એક દુર્ઘટના, અનેક મૌન સાથે જીવી રહી છે

By

Published : May 29, 2020, 5:53 PM IST

ચેન્નાઈ: કન્યાકુમારી જિલ્લાના વિલાવનકોડના કોંગ્રેસના ધારાસભ્ય વિજયાધરણી એ પીડિત લોકોમાં શામેલ છે, જેઓ હજી પણ 21 મે 1991ના રોજ શ્રીપેરંબદુરમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો ભોગ બન્યાં હતાં. આ હુમલામાં ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ હતી.

રાજીવ ગાંધી હત્યા: એક દુર્ઘટના, અનેક મૌન સાથે જીવી રહી છે

વિજયધરાણીએ પોતાની કડવી યાદો વિશે વાત કરી હતી. જેમાં તેમની માતા ભગવતી પદ્મનાભન ઘાયલ થયા હતા. ભગવતી પદ્મનાભન વ્યવસાયે સ્ત્રીરોગ ચિકિત્સક હતા અને કોંગ્રેસના ઉભરતા નેતા પણ હતાં, પરંતુ 1991ના બોમ્બ ધડાકાએ તેમની સાંભળવાની શક્તિ છીનવી લીધી. આ જ કારણોસર તેમણે રાજકારણ છોડી દીધું અને તબીબી કારકિર્દી પણ પુરી થઈ ગઈ.

રાજીવ ગાંધી હત્યા: એક દુર્ઘટના, અનેક મૌન સાથે જીવી રહી છે

તાજેતરમાં તમિળનાડુ વિધાનસભાના છેલ્લા સત્રમાં વિજયધરાણીએ રાજીવ ગાંધીની હત્યાથી સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શ્રીપેરંબદુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક આત્મઘાતી બોમ્બરે બેલ્ટ બોમ્બથી વિસ્ફોટ કર્યો જેમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી માર્યા ગયા હતા, ત્યાં સુધી કોઈને ખબર ન હતી કે તે તેમના માટે વ્યક્તિગત દુર્ઘટના છે.

રાજીવ ગાંધી હત્યા: એક દુર્ઘટના, અનેક મૌન સાથે જીવી રહી છે

રાજીવ ગાંધીની હત્યાને પગલે બનેલા આ બનાવને આજે ત્રણ દાયકા વીતી ગયા છે. તેમણે કહ્યું કે, તમિળનાડુના રાજકારણમાં હવે કોંગ્રેસ-ભાજપ સિવાય તમામ પક્ષો દોષિતોને મુક્ત કરવા અંગે એકમત છે. આ મુદ્દો દર વખતે કોંગ્રેસ સમક્ષ આવી રહ્યો છે, જો કે, કોંગ્રેસને આ બધી બાબતો વિચિત્ર લાગે છે. વિજયાધરાણીએ કહ્યું કે, આ આત્મઘાતી હુમલામાં કુલ 14 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા.

રાજીવ ગાંધીની હત્યાથી ભારતીય રાજકારણમાં વિવાદાસ્પદ પરિવર્તન આવ્યું છે. આ વિસ્ફોટમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. એમના દુઃખ હજી બાકી છે. વિજયધરાણી જાણીતા તમિલ કવિ અને સમાજ સુધારક કવિમણી દેસિકા વિનયાગમની પૌત્રી છે, જે એક સ્વતંત્ર લડવૈયા છે. તેમણે ગૃહને કહ્યું હતું કે, શ્રીપેરંબદુરમાં બોમ્બની ઘટનામાં મારી માતા ભગવતી પદ્મનાભમ પણ ઘાયલ થયા હતાં.

તેમણે કહ્યું હતું કે, મેં ક્યારેય મારી માતા વિશે કોઈને કહ્યું નથી, પરંતુ જ્યારે દોષિતોને મુક્ત કરવાની ચર્ચા થઈ ત્યારે ગૃહમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. સ્વાભાવિક છે કે, 29 વર્ષથી જેલમાં રહેલા દોષિતોને મુક્ત કરવાની વાત છે. કોંગ્રેસ ધારાસભ્ય ચિંતિત હતા, જો કે સૌથી મોટી ચિંતા એ હતી કે રાજ્ય સરકારે સુરક્ષા ફરજ પરના અને 40થી વધુ ઘાયલ થયેલા પોલીસકર્મીઓ સહિત માર્યા ગયેલા 14 વ્યક્તિઓના પરિવારના દુઃખને દૂર કરવા હજુ સુધી કોઈ પ્રયાસ કર્યો નથી.

દેશના રાષ્ટ્રીય નેતાની હત્યા સાથે સંકળાયેલા ઘણા તથ્થો એવા પણ છે. જે હજી ખુલવાના બાકી છે. જો કે, મલ્ટિ-ડિસિપ્લિનરી મોનિટરિંગ એજન્સી (MDMA) હત્યા પાછળ આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને કાવતરાની તપાસ કરી રહી છે, પરંતુ આ તપાસમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. રસપ્રદ વાત એ છે કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રાજીવ ગાંધીની હત્યા કોઈ આતંકવાદી કૃત્ય નથી. હમણાં સુધી આ નિર્ણય આતંકવાદીઓ અને ભાગલાવાદી પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ આપવામાં આવ્યું છે.

વિજયાધરણીના માનવા પ્રમાણે, વિસ્ફોટનો ભાગ બનેલા લોકોના પરિવારોને કોઈ યોગ્ય સહાય આપવામાં આવી નથી. આજનો સમાજ તેમને ભૂલી ગયો છે. આજે આ લોકો માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, આવી જ એક દુઃખદ ઘટના મારી માતા સાથે બની હતી. જે એક ડૉક્ટર હતાં અને જે તે સમયે કોંગ્રેસમાં ખૂબ સક્રિય હતાં. આ હુમલામાં મારી માતા ભગવતીએ ના ફક્ત સાંભળાની ક્ષમતા ગુમાવી પણ એમની તબીબી પ્રક્ટિસ પણ સમાપ્ત થઈ ગઈ હતી. મારી માતા સતત કોંગ્રેસ માટે કામ કરતી રહી. આ ઘટના આજે લોકો ભલે ભૂલી ગયાં હોય પણ એવા ઘણા તથ્થો છે, જે દબાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details