ચેન્નાઈ: તમિલનાડુમાં દારૂની દુકાનો ખોલવાના નિર્ણય પર રજનીકાંતે એક ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, જો સરકાર આ સમયે દારૂના અડ્ડાઓ ખોલશે તો ફરી સત્તામાં આવવાનું સ્વપ્ન ભૂલી જાય. ટ્વીટ સાથે હેશટેગમાં લખ્યું છે કે, સરકારે મહેસૂલ મેળવવા માટે કોઈ અન્ય રસ્તો શોધવો જોઈએ.
અગાઉ મદ્રાસ હાઇકોર્ટે દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ અંગે કોર્ટે કહ્યું કે, આ કોવિડ-19 રોગચાળાને પહોંચી વળવા નિર્ધારિત માર્ગદર્શિકાનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. આ પછી તમિળનાડુ સરકારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.
શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટે રાજ્યની તમામ સરકારી દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે, કોર્ટે દારૂના ઓનલાઈન વેચાણ ઉપર છૂટ આપી છે. મહત્વનું છે કે, વકીલ જી.રાજેશ અને કમલ હસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ દ્વારા કરાયેલી અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે દારૂની દુકાનોની સામે ભીડ અને સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેને ધ્યાનમાં રાખી દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
રાજ્યમાં દારૂ વેચનાર સરકારી કંપની તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (ટીએએસએમસી)એ હાઇકોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરી દારૂ વેચવાની મંજૂરી માંગી છે. મહત્વનું છે કે, 43 દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહ્યાં પછી ગુરુવારે, રાજ્યની રાજધાની ચેન્નાઈ સિવાય કોર્પોરેશનની દુકાનો પર ફરીથી દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. જેથી દારૂની દુકાનો પર ભારે ધસારો જોવા મળ્યો હતો. આ ભીડ જોઈ વિપક્ષી પાર્ટીઓએ કોરોના ઝડપથી ફેલાશે.એવી આશંકા વ્યક્ત કરી હતી.