અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંતે કહ્યું હતું કે, તમિલનાડૂ ઉપરાંત દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યમાં હિન્દી સ્વીકારી શકાય નહીં. ફક્ત હિન્દી જ નહીં પણ અન્ય કોઈ ભાષાને પણ ફરજીયાત કરવી જોઈએ નહીં. આગળ તેમણે કહ્યું કે, એક દેશ એક ભાષા એકતા અને વિકાસ માટે સારી વાત છે પણ તેને બળજબરી પૂર્વક કોઈના પર થોપવી ન જોઈએ.
દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યમાં હિન્દી ફરજીયાત ન કરવું જોઈએ: રજનીકાંત - હિન્દી સ્વીકારી શકાય નહીં
ચેન્નઈ: હિન્દી દિવસ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક દેશ એક ભાષાવાળા આપેલા નિવેદન પર ભાષા વિવાદ વધતો જાય છે. અભિનેતા કમલ હાસન બાદ હવે અભિનેતા રજનીકાંતે પણ હિન્દી ભાષાને લાગૂ કરવા પર વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ફક્ત તમિલનાડૂમાં જ નહીં દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યમાં હિન્દી ભાષા ફરજીયાત ન કરવી જોઈએ.

rajinikanth react on hindi
આપને જણાવી દઈએ કે, આ અગાઉ અભિનેતા કમલ હાસને પણ એક દેશ એક ભાષાનો વિરોધ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, વિવિધતામાં એકતા એ આપણો મંત્ર છે. જેને આપણે ભારત આઝાદ થયું ત્યારે સ્વિકાર્યું છે. હવે કોઈ શાહ, સુલ્તાન કે સમ્રાટ આવે તો પણ આ વાયદાને તોડવો ન જોઈએ. આપણે તમામ ભાષાનો આદર કરવો જોઈએ. પણ અમારી માતૃભાષા તમિલ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કેરલ, તમિલાનાડૂ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના નેતાઓ હિન્દી ભાષાનો વિરોધ કરી રહ્યા છે.