ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુના વિકાસ માટે એક મંચ પર આવી શકે છે રજનીકાંત અને કમલ હાસન - kamal hasan support rajnikanth

ચેન્નઈઃ રજનીકાંત અને કમલ હાસને સિલ્વર સ્ક્રીન ઉપર ઘણા કિરદાર નિભાવ્યા છે. પરંતુ તમિલનાડુના વિકાસ માટે આ બંને દિગ્ગજ સિતારાઓ હાથ મિલાવશે. આ સંકેત બંનેના નિવેદનો પરથી મળી રહ્યા છે.

તમિલનાડુના વિકાસ માટે એક મંચ પર આવી શકે છે રજનીકાંત અને કમલ હાસન

By

Published : Nov 20, 2019, 8:46 AM IST

કમલ હાસને સુપરસ્ટાર રજનીકાંતની કેટલીક વાતોનું સમર્થન કર્યુ હતું. જેમાં તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીને ઉચ્ચ પદ મળે એની સામે અસંતોષ વ્યક્ત કરાયો હતો. હાસને તેનું સમર્થન કરતા કહ્યુ હતું કે આ ટીકા નહીં પરંતુ સત્ય હકીકત છે.

કમલ હાસને ઉમેર્યુ હતું કે તેઓ તમિલનાડુની ભલાઈ માટે રજનીકાંત સાથે હાથ મિલાવી શકે છે. રજનીકાંતે પણ આ માટે તૈયારી બતાવી હતી. રજનીકાંતે કહ્યુ હતું કે, ' જો એવી સ્થિતિ પેદા થશે તો ચોક્કસપણે મારે અને કમલે એક મંચ પર આવવું પડશે.'

વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણીમાં લડવા માટે રજનીકાંત પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરી હતી. આ દરમિયાન પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા.

રજનીકાંતે આ પત્રકાર પરિષદમાં પણ જણાવ્યુ હતું કે, પલાનીસ્વામીએ મુખ્યપ્રધાન બનવા અંગે સ્વપ્નમાં પણ વિચાર્યુ નહોતું. તેમણએ અન્નાદ્રમુકના નેતાના મુખ્યપ્રધાન બનવા પર આશ્ચર્ય વ્યકત કરી તેને ચમત્કાર ગણાવ્યો હતો, આ નિવેદનને સત્તારૂઢ પાર્ટીએ વખોડી કાઢ્યો હતો.

બીજી બાજુ અન્નાદ્રમુકે પલટવાર કરતાં કહ્યુ હતું કે, પલાનીસ્વામી એમ જ મુખ્યપ્રધાન નથી બની ગયા. પરંતુ સખત મહેનતથી તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે.

ABOUT THE AUTHOR

...view details