ચેન્નઇ: નાગરિકતા સંશોધન બિલના વિરોધ વચ્ચે સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે, આ કાયદાથી દેશના કોઇ નાગરિકને અસર નહીં પહોંચે. તેઓએ વધુમાં કહ્યું કે, જો મુસ્લિમો પર તેની અસર પડશે તો તે પ્રથમ એવા વ્યક્તિ હશે જે તેની સાથે ઉભો રહેશે.
CAAથી દેશના કોઇ નાગરિકને અસર નહીં પહોંચે: રજનીકાંત - Muslims
નાગરિકતા સંશોધન કાયદાને લઇ સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે, આ કાયદાથી મુસ્લિમોને કોઇ અસર નહીં પહોંચે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કેન્દ્ર સરકારે જ્યારથી CAA અને NRCને લઇ આવી છે, ત્યારથી વિરોધનો સુર બંધ થવાનું નામ લેતો નથી. તે વચ્ચે આજે સુપરસ્ટાર ક્યાંકને ક્યાંક આ બંને કાયદાનું સમર્થન કરતા નજરે ચડ્યા હતાં.
CAAથી દેશના કોઇ નાગરિકને અસર નહીં પહોંચે : રજનીકાંત
નેશનલ પોપુલેશન રજિસ્ટર (NPR) પર બોલતા કહ્યું કે, દેશમાં રહેનારા બહારના લોકોની જાણકારી લેવા માટે કાયદો જરૂરી છે અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC)ને લઇને તેઓએ કહ્યું કે, એ સ્પષ્ટ છે કે NRC હજુ સુધી તૈયાર થયુ નથી.