ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામબન એન્કાઉન્ટર: શહિદ વીર રાજેન્દ્ર સિંહનો પાર્થિવ દેહ પહોંચ્યો જૈસલમેર - Latest news of jammu and kashmir

રાજસ્થાનઃ જૈસલમેરમાં રહેનાર નાયક રાજેન્દ્ર સિંહ રામબન એન્કાઉન્ટરમાં નાયક રાજેન્દ્રસિંહ શહીદ થયા હતા. તેઓ સિંહ રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત હતા. તેમના પાર્થિવ દેહને આજે તેમના વતને પહોંચાડવામાં આવશે. નાયક રાજેન્દ્ર સિંહ જૈસલમેરના મોહનગઢમાં રહેતા હતા.

Etv Bharat

By

Published : Sep 29, 2019, 12:01 PM IST

શનિવારના રોજ સવારે સેનાને જાણકારી મળી કે, જમ્મુ કાશ્મીરમાં એક પરીવારને ત્રણ આતંકવાદીએ બંધક બનાવી લીધા છે. જેના પર સેનાએ તુરંત કાર્યવાહી કરતા બધા જ બંધકોને મુક્ત કર્યા હતા તેમજ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કર્યા હતા. આ અથડામણમાં જૈસલમેરના રહેવાસી નાયક રાજેન્દ્રસિંહ શહીદ થયા હતા.

શહીદ રાજેન્દ્ર સિંહના પિતા પણ સેનામાં હતા અને અમુક વર્ષ પૂર્વે જ તેમના માતા-પિતાનું દેહાંત થયુ હતુ. તેમના પરીવારમાં તેમની પત્નિ, એક વર્ષનો પુત્ર અને 2 નાના ભાઈઓ છે. તેમના બંને ભાઈઓ મોહનગઢમાં ખાનગી નોકરી કરે છે.

શહીદ નાયક રાજેન્દ્ર સિંહના પાર્થિવ દેહને આજે તેમના વતન ગામ મોહનગઢમાં લાવવામાં આવશે. જ્યાં તેમનું સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બીજી તરફ નાયક રાજેન્દ્રસિંહની શહાદત અંગેની માહિતી મળતાં તેમના પૂર્વજ ગામ મોહનગઢમાં શોકનું વાતાવરણ છે.

ABOUT THE AUTHOR

...view details