જયપુર: રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં અંદર લોકોના વિચાર એક બીજીથી વિરૂદ્ધ છે.કોંગ્રેસમાં રાજનીતિના કારણે સર્જાયેલા રાજકીય સંકટમાં તેઓ મીડિયા સામે ભાજપ પર આરોપ લગાવવાની કોશિશ કરતા હોય છે.
વિરોધપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડે મુખ્યપ્રધાન અશોક ગેહલોતના નિવેદનની નિંદા કરી - CM Ashok Gehlot
રાજસ્થાન વિધાનસભાના વિરોધપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે નિવેદનમાં કહ્યું કે ધારાસભ્યોના વધી રહેલા ભાવ તે રાજ્ય, વિધાનસભા તથા લોકતંત્રનું અપમાન છે.તેમણે કહ્યું કે,છેલ્લા એક મહિનાથી રાજ્યમાં જે સંધર્ષ ચાલી રહ્યો છે તે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના કારણે છે. 'પોલિટિક્સ ટૂરિઝ્મ'ના નામે કોંગ્રેસના ધારાસભ્યો ફાઇવ સ્ટાર હોટલોમાં પોલીસ પેટ્રોલિંગમાં આનંદ લઇ રહ્યા છે.
રાઠોડે જણાવ્યું કે, રાજ્ય સરકારે હાલમાં 28 પૈસા યૂનિટ પ્યૂલ ચાર્જ દરમાં વધારો કર્યો છે, ત્યારે સામાન્ય લોકો પર તેની સીધી અસર પડી છે. દેશમાં સૌથી મોંઘો ડીઝલ રાજસ્થાનમાં વેચાઇ રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલની ટકાવારીમાં 10 ટકાનો વધારો કર્યો છે.ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર વેટ અનુક્રમે 26 અને 18 ટકા હતો, જે હવે અનુક્રમે 38 અને 28 ટકા થયો છે.ત્યારે પેટ્રોલ પર 12 ટકા અને ડીઝલમાં 10 ટકાનો વધારો કરાયો છે.
રાઠોડે કહ્યું હતું કે, જો મુખ્યપ્રધાન લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે, તો પછી તમારા જ પક્ષના ધારાસભ્યોને તમામ બાંધાઓથી મુક્ત કરો. રાજ્યમાં 40 હજારને પાર કોરોનાના કેસ થઇ ગયા છે અને રાજ્યમાં સતત કેસ વધી રહ્યા છે. સ કરે છે.