રાજસ્થાન: રાજસ્થાનના રાજકીય વાતાવરણમાં હવે પોસ્ટર યુદ્ધ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના યુવા સંગઠન NSUI દ્વારા પ્રદેશ કોંગ્રેસની ઓફિસની બહાર નારેબાજી કરી હતી. NSUIના પ્રદેશ અધ્યક્ષ અભિમન્યુ પુનિયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા સચિન પાયલટ ઝિન્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.
રાજસ્થાનમાં અસામાજિક તત્વો દ્વારા સચિન પાયલટના પોસ્ટરો હટાવાતા NSUIના કાર્યકરોમાં આક્રોશ - NSUI rajasthan
અસામાજિક તત્વો દ્વારા રાજસ્થાનના જયપુરમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયની દીવાલો પરથી PCC ચીફ સચિન પાયલટના બેનરો તથા પોસ્ટર હટાવાયા બાદ NSUI કાર્યકર્તાઓએ ફરી પોસ્ટરો લગાવી દીધા હતા.

રાજસ્થાનમાં અસામાજિક તત્વો દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં સચિન પાયલટના પોસ્ટરો ઉખેડાતા NSUI ના કાર્યકરોમાં આક્રોશ
NSUIના પ્રદેશ અધ્યક્ષ અભિમન્યુ પુનિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ મુખ્યાલય પહેલા અસામાજિક તત્વોએ કોઈના ઇશારે સચિન પાયલટના પોસ્ટરો હટાવ્યા હતા. આ ઘટનાને લઈને સંગઠનોના કાર્યકર્તાઓમાં રોષની લાગણી છે. તેમણે માગ કરી છે જો 24 કલાકમાં આ તત્વો નહિ પકડાય તો FIR દાખલ કરવામાં આવશે.