ગુજરાત

gujarat

સુપ્રીમ કોર્ટ જશે રાજસ્થાનના સ્પીકર, કહ્યું અધ્યક્ષના કામમાં દખલ ન કરે હાઈકોર્ટ

By

Published : Jul 22, 2020, 10:54 AM IST

રાજસ્થાનનું રાજકારણ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. વિધાનસભા સ્પીકર સીપી જોશીનું કહેવું છે કે, કોઈ પણ ધારાસભ્યને નોટિસ આપવી અથવા તેને અયોગ્ય જાહેર કરવાનો અધિકાર વિધાનસભા અધ્યક્ષને હોય છે. મારા કોઈ પણ નિર્ણય પહેલા કોર્ટ આ મામલે દખલગીરી ન કરી શકે. આ મામલે હાઈકોર્ટના નિર્ણયને લઈને તેઓ સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરશે. સીપી જોશીએ કહ્યું કે, અત્યાર સુધીમાં માત્ર ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી છે કોઈ નિર્ણય લેવાયો નથી.

assembly
સુપ્રીમ કોર્ટ જશે રાજસ્થાનના સ્પીકર

રાજસ્થાનઃ વિધાનસભાના સ્પીકર સીપી જોશીએ કહ્યું કે, ધારાસભ્યને અયોગ્ય જાહેર કરવાનો અધિકાર વિધાનસભા અધ્યક્ષને હોય છે. જ્યાં સુધી કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી આ મામલે કોઈ દખલગીરી ન કરી શકે. અમે સંસદીય લોકતંત્રનું પાલન કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, કોઈ પણ ધારાસભ્યને નોટિસ આપવી અધ્યક્ષનું કામ છે અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પણ પાલન કરીએ છીએ. હજૂ તો માત્ર નોટીસ મોકલવામાં આવી છે કોઈ નિર્ણય નથી લેવાયો.

સ્પીકરે કહ્યું કે, અમે કોઈ નિર્ણય કરીએ તો કોર્ટ રિવ્યૂ કરી શકે છે. અમારી અપીલ છે કે વિધાનસભાના અધ્યક્ષના કામમાં દખલ ન થવી જોઈએ. સીપી જોશીએ કહ્યું કે, હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં SLP દેવામાં આવશે. કારણ કે, કોર્ટ સ્પીકરના કામમાં દખલ ન કરી શકે.

અધ્યક્ષે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી કોર્ટ કોઈ દખલ નહીં કરે. 1992માં, બંધારણીય બેંચે નિર્ણય કર્યો છે કે, એન્ટિ-ડિફેક્શન કાયદા અંગે ફક્ત સ્પીકર નિર્ણય લેશે, તેવા કિસ્સામાં હાઇકોર્ટને સ્પીકરના નિર્ણય પછી સમીક્ષા કરવાનો અધિકાર છે ન કે નિર્ણય પહેલા દખલ કરવાનો.

મહત્વનું છે કે, વિધાનસભા સ્પીકર તરફથી સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ આ અંગે દલીલ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details