ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાન શેખાવતે કહ્યું - મારો અવાજ ઓડિઓમાં નથી, દરેક તપાસ માટે તૈયાર - રાજસ્થાન કોંગ્રેસ

કોંગ્રેસ દ્વારા રાજસ્થાના ધારાસભ્યોના ખરીદીના આરોપને કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે નકારી દીધો છે. તેઓએ કહ્યું છે કે ઓડિઓમાં મારો અવાજ નથી. હું કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છું. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે રાજસ્થાનમાં સરકારને અસ્થિર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેમાં કેન્દ્રીય પ્રધાન શેખાવત સામેલ છે.

કેન્દ્રીય પ્રધાન શેખાવતે કહ્યું - મારો અવાજ ઓડિઓમાં નથી
કેન્દ્રીય પ્રધાન શેખાવતે કહ્યું - મારો અવાજ ઓડિઓમાં નથી

By

Published : Jul 17, 2020, 3:16 PM IST

નવી દિલ્હી: રાજસ્થાનમાં ધારાસભ્યોની ખરીદીનો જે ઓડિયો વાઇરલ થયો છે. તેના પર કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કથિત ઓડિઓમાં મારો અવાજ નથી. આ માટેની જે પણ તપાસ કરવામાં આવશે તે માટે તેઓ તૈયાર છે.

શેખાવતે કહ્યું કે જે ઓડિયો વાયરલ થયો છે તેમાં મારો આવાજ નથી. હું કોઈપણ તપાસનો સામનો કરવા માટે તૈયાર છું.

શેખાવતે કહ્યું કે મારો અવાજ કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓડિયોમાં નથી, મારા બોલવામાં મારવાડનો ટચ રહે છે. હું કોઈપણ તપાસ માટે તૈયાર છું. હું ઘણા સંજય જૈનને જાણું છું, તે કયા સંજય જૈન વિશે વાત કરી રહ્યો છે? જો કોઈ તપાસ એજન્સી મને બોલાવશે તો હું ચોક્કસ જઈશ.

રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસે એસઓજીમાં ગજેન્દ્ર શેખાવત, ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને સંજય જૈન નામના અન્ય વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસેનો આરોપ છે કે આ ઓડિયોમાં સરકારને પાડવા અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details