જયપુર: રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલનો અંત નથી આવ્યો ત્યાં બંને જૂથ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો માહોલ ચાલી રહ્યો છે. CM અશોક ગેહલોતે સચિન પાયલટ પર ખરીદ ફરોકનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ સચિન પાયલટ કેમ્પના રમેશ મીનાએ અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે.
રમેશ મીણાએ અશોક ગેહલોત પર નિશાન સીધ્યું ગેહલોતે આરોપ લગાવતા કહ્યું કે, પાયલટ ભાજપ સાથે ડીલ કરી રહ્યાં છે. જેના પુરાવા અમારી પાસે છે. ગેહલોતે કહ્યું કે, પાયલટ ભાજપ સાથે મળીને સરકાર અસ્થિર કરવાનું કાવતરું કરતા હતા. આ અંગે પાયલટ કેમ્પના રમેશ મીનાએ અશોક ગેહલોતને સવાલ કર્યો કે, જ્યારે હું બસપામાં હતો, ત્યારે ગેહેલોતે કોંગ્રેસમાં જોડાવા માટે અમને કેટલા પૈસા આપવા તૈયાર એ પહેલા જણાવો.
રમેશ મીનાએ અશોક ગેહલોત પર હુમલો કરતા પૂછ્યું કે, ગેહલોતે અમારી સાથે છેતરપિંડી કરી છે. અમે કહ્યું હતું કે તમારો વિકાસ થશે. અમે ઈમાનદારીથી કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને પ્રામાણિકતાથી અમારી ભૂમિકા નિભાવી, પરંતુ ગેહતોલે પાતાની મનમાની કરી છે. મીનાએ આરોપ લગાવ્યો કે, ગેહલોતના કહેવા પર બસપાના ધારાસભ્યો પોતાનો પક્ષ છોડીને કોંગ્રેસમાં ભળી ગયા છે.
બીજી તરફ દૌસાના અન્ય એક ધારાસભ્ય મુરારીલાલ મીનાએ પણ આવો જ એક પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, 'ગેહલોતથી અમે નારાજ છીએ કારણ કે એ અમારા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે, પણ ગેહલોતજી જ્યારે અમે કોંગ્રેસમાં જોડાયા હતાં, ત્યારે અમને કેટલા પૈસા આપ્યા હતાં?"
CM અશોક ગેહલોતે સચિન પાયલટ પર ખરીદ ફરોકનો આરોપ લગાવ્યો
ગેહલોતે આરોપ લગાવ્યો કે, સીએમની મંજૂરી લીધા વિના પાયલટ દિલ્હી, લંડન સહિતના સ્થળોએ રહે છે. સરકાર ઊથલાવવાની ડીલ પાયલટ પોતે જ કરતા હતા. મારી પાસે પુરાવા છે. ભાજપ સાથે મળીને હોર્સ ટ્રેડિંગ કરાતું હતું. સોનાની ચમચી ખાવા માટે ન હોય. સારું અંગ્રેજી બોલવાથી અને સ્માર્ટ દેખાવાથી કંઇ નથી થતું. મનમાં શું છે, કમિટમેન્ટ શું છે એ બધું જ જોવાય છે.
મહત્વનું છે કે, રાજસ્થાનમાં ચાલી રહેલો રાજકીય ડ્રામા હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. સચિન પાયલટને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ પદેથી હટાવવામાં આવ્યા છે. આ સિવાય તેમના ગ્રુપના વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાનું પણ પ્રધાન પદ છીનવાયું છે. હવે કહેવાઈ રહ્યું છે કે અશોક ગેહલોત પોતાના પ્રધાન મંડળમાં ઘણાં નવા ચેહરાઓને સ્થાન આપી શકે છે.