જયપુરઃ તાજેતરમાં જ ખાતર કૌભાંડમાં સીએમ અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતનું નામ સામે આવ્યું છે. એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, 2007થી 2009ની વચ્ચે અગ્રસેન ગેહલોતે ખેડૂતો માટે આપેલા ખાતરને ખાનગી કંપનીઓને આપ્યું હતું. આ સમય દરમિયાન કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી અને અશોક ગેહલોત રાજ્યમાં મુખ્ય પ્રધાન હતા.
અશોક ગેહલોતના મોટા ભાઈના નિવાસ સ્થાને EDના દરોડા, સુરજેવાલાએ કહ્યું,- આ કેન્દ્ર સરકારના ઈશારે - ઇન્ડિયન પોટાશ લિમિટેડ
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નજીકનાઓ નિશાન બનતા જાય છે. ખાતર કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આજે (બુધવારે) ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા રહ્યા છે. સીએમ ગેહલોતના ભાઈના નિવાસ સ્થાનો પર પણ ઈડીના દરોડા શરૂ છે.
જોકે, એમઓપી નિકાસ માટે પ્રતિબંધિત છે. એમઓપી ઇન્ડિયન પોટાશ લિમિટેડ (આઈપીએલ) દ્વારા આયાત કરવામાં આવે છે અને ખેડૂતોને ડિસ્કાઉન્ટ દરે વહેંચવામાં આવે છે. એવો આરોપ છે કે, 2007-2009ની વચ્ચે, અગ્રસેન ગેહલોત, (જે આઈપીએલ માટે અધિકૃત વેપારી હતા), એમઓપીને રાહત દરે ખરીદતા હતા અને તેને ખેડૂતોને વહેંચવાના બદલે, તેમણે કેટલીક કંપનીઓને વેંચી દીધા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સે આ મામલાનો ખુલાસો 2012-13માં કર્યો હતો.
જોકે, તે સમયે અગ્રસેન ગેહલોતે તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. હવે ઇડીએ આ મામલે તપાસ શરૂ કરી છે. રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી રહી છે. અગાઉ, આવકવેરા અને ઇડીએ ગેહલોતના નજીકના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.