રાજસ્થાન: પૂર્વ રણજી ક્રિકેટર રાહુલ કાંવટ તરફથી વકીલ વિમલ ચૌધરી દ્વારા શહેરમાં IPL મેચના આયોજન અંગેની અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે BCCI દ્વારા મેચ સ્થગિત કરી દેવામાં આવી છે તેમ કોર્ટને જણાવવામાં આવતા કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
વકીલસાહેબ, ચાઈનીઝ સ્પોંસરશિપનો વિરોધ પછી કરજો, પહેલા પોતાનો ચાઈનીઝ મોબાઈલ તો બદલો..! - Use of Chinese mobiles
રાજસ્થાનમાં IPL મેચના આયોજન અંગેની એક અરજી પર સુનાવણી દરમિયાન વકીલ દ્વારા IPLમાં ચાઈનીઝ કંપનીની સ્પોંસરશિપ મુદ્દે દલીલ કરતા કોર્ટ દ્વારા તે વકીલને પહેલા પોતાના ચાઈનીઝ મોબાઇલનો ત્યાગ કરવાની સલાહ આપવામાં આવતા કોર્ટરૂમમાં હાસ્યની છોળો ઉડી હતી.
"વકીલસાહેબ, ચાઈનીઝ સ્પોંસરશિપનો વિરોધ પછી કરજો, પહેલા પોતાનો ચાઈનીઝ મોબાઈલ તો બદલો!"
આ દરમિયાન વકીલ વિમલ ચૌધરી દ્વારા IPLમાં ચાઈનીઝ કંપનીની સ્પોંસરશિપ હોવાની દલીલ કરતા કોર્ટે મજાકના સ્વરે કહ્યું, “વકીલસાહેબ, ચાઈનીઝ સ્પોંસરશિપનો વિરોધ પછી કરજો પહેલા તમારો પોતાનો ચાઈનીઝ મોબાઈલ તો બદલો! દુનિયામાં પરિવર્તન લાવવું હોય તો પહેલા જાતે બદલવું પડે."
કોર્ટ દ્વારા આ રીતે વકીલને જવાબ અપાતા હાજર તમામ સ્ટાફ તથા વકીલો હસી પડ્યા હતા.