જયપુર: રાજસ્થાનમાં ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ મામલે રાજકીય યુદ્ધ ચાલુ છે તેવામાં SOG દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ FIR કે જેમાં આરોપીઓ પર રાજદ્રોહનો ગુનો બનતો હતો તે પછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ધારાસભ્યોના હોર્સટ્રેડિંગ મામલે રાજસ્થાન સરકારે FIR પાછી ખેંચી - Horse trading of Congress MLAs
રાજસ્થાન સરકાર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ મામલે બેકફૂટ પર આવી ગઈ છે. આ સમગ્ર મામલાને રાજદ્રોહ ન માનતા તેને ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ આવરી લેવાયો છે અને સરકારે દાખલ કરેલી રાજદ્રોહની કલમ હેઠળની FIR પાછી ખેંચી લેવામાં આવી છે.
ધારાસભ્યોની હોર્સટ્રેડિંગ મામલે રાજસ્થાન સરકારે FIR પાછી ખેંચી
રાજ્ય સરકાર દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ અંગેના દસ્તાવેજો રજૂ કરી રાજદ્રોહની કલમોને બદલે ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ વિગતોને એસીબી કોર્ટમાં મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે SOG દ્વારા આ મામલે કોલ રેકોર્ડિંગ ના આધારે અશોક સિંહ, ભરત માલાની અને સંજય જૈનની અટકાયત કરી છે જ્યારે ધારાસભ્ય ભંવરલાલને છાવરવાનો પ્રયાસ થતો હોય તેવી આશંકા છે.