જયપુરઃ રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ યથાવત છે. આ વચ્ચે રાજ્ય સરકારે વિધાનસભા સત્ર બોલાવવાને લઇને નવો પ્રસ્તાવ રાજ્યપાલ કલરાજ મિશ્રને મોકલવામાં આવ્યો છે. જેમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચાની વાત કરવામાં આવી છે. કોરોનાની સાથે સાથે બીજા ધારાસભ્યો પર ચર્ચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્યપાલને આપવામાં આવેલા નવા પ્રસ્તાવમાં 31 જુલાઇથી કોરોના વાઇરસ અને અન્ય બિલ પર ચર્ચા માટે વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન તરફથી રાજ્યપાલને મોકલેલા પ્રસ્તાવમાં બહુમત સાબિત કરવાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ પહેલા જે પ્રસ્તાવ રાજ્ય સરકાર તરફથી મોકલવામાં આવ્યો હતો, જેમાં સોમવારથી વિધાનસભાનું સત્ર બોલાવવાની માગ કરવામાં આવી હતી, પરંતુ તેના પ્રસ્તાવમાં થોડા બિંદુઓ પર ઉણપ રહેવાને લઇ રાજ્યપાલે મુખ્ય પ્રધાનને અવગત કરવામાં આવ્યા હતા. જેથી બીજો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
રાજ્યપાલ કલરાજ મિશ્રએ વિધાનસભા સત્ર બોલાવવા માટે રાજભવનમાં કોંગ્રેસ ધારાસભ્યોને શુક્રવારે પાંચ કલાકના ધરણા બાદ રાજ્ય સરકાર પાસેથી છ બિન્દુઓ પર સ્પષ્ટીકરણ માગ્યું હતું. કોંગ્રેસ પાર્ટી અનુસાર, રાજ્યપાલના આશ્વાસન બાદ રાજભવનમાં ધરણા સમાપ્ત કરવામાં આવ્યા હતા.
મિશ્રએ કહ્યું હતું કે, સંવૈધાનિક મર્યાદાથી ઉપર કોઇ નથી અને કોઇ પ્રકારના દબાણની રાજનીતિ થવી જોઇએ નહીં.
રાજ્યપાલે ગહલોતને સ્પષ્ટીકરણની સાથે વિધાનસભા સત્ર બોલાવવા વિશે ફરીથી મંત્રીમંડણ તરફથી પ્રસ્તાવ મોકલવા કહ્યું હતું.