ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન સરકારે મજૂરોને લેવા મોકલેલી 61 બસોને ઉત્તર પ્રદેશ પોલીસે અટકાવી - latest news of Labour

રાજસ્થાન સરકારે યુપીમાં ફસાયેલા તેમના મજૂરોને લેવા માટે 61 બસો મોકલી છે. પરંતુ UP પોલીસ અધિકારી દ્વારા તે બસોને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરતાં રોકવામાં આવી છે. હાલ ભરતપુર જિલ્લા પોલીસ ચોકી પાસે આ 61 બસોને રોકવામાં આવી છે.

UP police, Etv Bharat, coronavirus news
UP police

By

Published : May 17, 2020, 5:59 PM IST

ઉત્તરપ્રદેશઃ લોકડાઉન દરમિયા ફસાયેલા મજુરોને વતન મોકલવા માટે સરકાર દ્વારા બસોના વ્યવસ્થા કરવામાં આવી છે. યુપી રાજસ્થાન બોર્ડર પર રાજસ્થાન રોડવેઝની બસોને યુપીમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવી રહી છે. જેથી 61 બસો ભરતપુર જિલ્લાની પોલીસ ચોકી પાસે જમા થઈ છે. યુપી પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જયાં સુધી યુપી સરકારની અનુમતિ નહી મળે ત્યાં સુધી બસો યુપી રાજયમાં પ્રવેશ નહી કરી શકે.

રાજસ્થાન સરકારે મજૂરોને લેવા મોકલેલી 61 બસોને ઉત્તર પ્રદેશ પોલીસે અટકાવી

લોકડાઉન દરમિયાન ફસાયેલા મજૂરો વતન જવા માટે અધિરા બન્યાં છે. જેથી સરકાર દ્વારા બસો અને ટ્રેન વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માધ્યમથી મજુરો પોતાના વતન પહોંચી શકે. હાલ રાજસ્થાન ભરતપુર જિલ્લા પોલીસ ચોકી પાસે પ્રવાસી મજુરોની 61 બસો સ્થિત છે. રાજસ્થાન સરકારે યુપી ફસાયેલા તેમના મજુરોને લેવા માટે 61 બસો મોકલી છે. પરંતુ યુપી ગેટ દ્વાર પર પોલીસ દ્વારો બસોને રોકવામાં આવી છે. પોલીસ બસોને યુપી રાજ્યમાં પ્રવેશ કરતાં અટકાવી રહી છે.

પોલીસ અધિકારીનું કહેવું છે કે જયાં સુધી યુપી સરકારની મંંજૂરી નહી મળે ત્યાં સુધી બસોને રાજયમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.

ABOUT THE AUTHOR

...view details