જે.કે લોન હોસ્પિટલમાં બાળકોના મોત થવાના મામલો યથાવત છે. 24 ડિસેમ્બર સુધીમાં અહીં 71 બાળકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 23 થી 24 ડિસેમ્બર સુધી 2 દિવસમાં 10 બાળકો મૃત્યુ પામ્યા હતા. આ અંગે ખળભળાટ મચી ગયો છે. આટલું ઓછું હોય તેમ 25 થી 30 ડિસેમ્બર દરમિયાન પણ જે.કે લોન હોસ્પિટલમાં વધુ 14 બાળકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 6 બાળકોના મોત 28 ડિસેમ્બરે થયા હતા.
રાજસ્થાન: કોટાની હોસ્પિટલમાં 'મોતનો તાંડવ', 91 બાળકોના મોત
કોટા: રાજસ્થાનના કોટા જિલ્લાની જે.કે લોન હોસ્પિટલમાં ગત 48 કલાકમાં 10 બાળકોના મોત થતાં મામલો દેશભરમાં ગરમાયો છે. ઘટના અંગે રાજકીય પક્ષો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. રાજ્ય સરકાર પોતાનો બચાવ કરી રહી છે. વિપક્ષ ભાજપ આ મામલે રાજ્ય સરકાર પર સતત પ્રહારો કરી રહી છે.
ગત 6 દિવસ દરમિયાન બાળકોના થયેલા મોત અંગે વાત કરીએ તો, 7 બાળકોના મોત પેડિયાટ્રીક ICUમાં થયા હતા. તો 9 બાળકોના મોત નિયો-નેટલ ICUમાં થયા હતા. જે.કે લોન હોસ્પિટલમાં આ વર્ષ દરમિયાન સારવાર દરમિયાન 955 બાળકોના મોત થયા છે. જો કે, આ આંકડો ગત 6 વર્ષમાં સૌથી ઓછો છે.
મોતના તમામ કિસ્સામાં ડોકટર્સ કાંઈ પણ કહેવાનું ટાળી રહ્યાં છે, પરંતુ તેઓનો તર્ક છે કે, બાળકોના મોત તેમની ગંભીર માંદગીને કારણે થયા છે. ઉપરાંત મોટાભાગના બાળકો બીજા યુનિટમાંથી ટ્રાંસફર થઈને આવ્યા હતા. કોટામાં મોટાભાગના બાળકો બહારથી આવે છે. કોટા મેડિકલ કોલેજમાં, જ્યાં ઝાલાવાડ, કોટા, બુંદી, બારાંની સાથે-સાથે મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારના દર્દીઓ પણ આવે છે.