જયપુરઃ દિલ્હી હાઈવે પર સ્થિત હોટલ ફેયરમાઉન્ટમાં એકવાર ફરી કોંગ્રેસે ધારાસભ્યદળની બેઠક બોલાવી છે. પ્રદેશની રાજનીતીમાં આવેલી રાજનીતીક સંકટ વચ્ચે આ ત્રીજીવાર ધારાસભ્યદળની બેઠક બોલાવવામાં આવી છે. આ પહેલા આ બેઠક સોમવારે રાત્રે 9:30 કલાકે યોજાવાની હતી, પરંતુ કોઈ કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. બાદમાં ધારાસભ્યદળની બેઠકનો સમય બદલી મંગળવારે સવારે 11 વાગ્યે કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત પોતાના ધારાસભ્યો સાથે આગળની રણનીતિ પર મંત્રણા કરશે. આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. સૌથી પહેલા કોંગ્રેસે 13 અને 14 જુલાઈના રોજ ધારાસભ્યદળની બેઠક બોલાવી હતી, પરંતુ કથિત રીતે સરકાર પાડવાના પ્રયાસનો ઘટનાક્રમ શરૂ થયો હતો અને સચિન પાયલોટ સહિત તેમના સમર્થક ધારાસભ્યોએ આ બેઠકમાં હાજર નહોતા રહ્યાં. 13 જુલાઈએ સીએમ હાઉસ પર થયેલી ધારાસભ્યદળની બેઠક બાદ તમામ ધારાસભ્યોને હોટલ ફેયરમાઉન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં, ત્યારબાદ 14 જુલાઈએ ફરી ધારાસભ્યદળની બેઠક મળી હતી. જે પણ હોટલમાં રાખવામાં આવી હતી.
ફ્લોર ટેસ્ટના વિકલ્પ પર થઈ શકે છે વાતચીત