ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનમાં રામાયણઃ કોંગ્રેસ ધારાસભ્યની બેઠક, કોંગ્રેસે કહ્યું-ઘરમાં વાસણ હોય તો ખખડે પણ ખરા

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે આજે યોજાનારી બેઠક માટે કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું છે. રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડેનું કહેવું છે કે, જે લોકો વિધાનસભા બેઠકમાં સામલે થશે નહીં તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, કોંગ્રેસે સાથી અપક્ષોએ સાથે મળી 109 ધારાસભ્યોએ પાર્ટીના પક્ષમાં સમર્થન પત્ર જાહેર કર્યો છે.

Rajasthan Congress
Rajasthan Congress

By

Published : Jul 13, 2020, 7:14 AM IST

Updated : Jul 13, 2020, 2:51 PM IST

  • કોંગ્રેસ હાઇકમાન્ડ વતી જયપુર આવેલા સુરજેવાલાએ મીડિયા સાથે કરી વાતચીત
  • છેલ્લા 48 કલાકમાં કોંગ્રેસ નેતૃત્વએ ઘણી વખત સચિન પાયલટ સાથે વાત કરી છે.
  • રાજસ્થાન સરકાર જનતાની સેવા માટે કામ કરશે.
  • અમે તમામ નેતાઓને ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ થવા કહીએ છીએ,
  • રાજસ્થાનમાં અટકળો છે કે, સચિન પાયલટ આજે નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે
  • કોંગ્રેસના એક તૃતીયાંશ ધારાસભ્યોના સામેલ થવાનો દાવો કરાઈ રહ્યો છે.
  • આમ, રાજ્યમાં ત્રીજા મોર્ચાની રચના થઈ શકે છે.
  • ‘પ્રગતિશીલ કોંગ્રેસ’ના નામે ત્રીજો મોર્ચો ઊભો કરવાની શક્યતા
  • બે ધારાસભ્યોના ઘરે સોમવારે ઈનકમ ટેક્સના છાપા મારવામાં આવ્યા હતા.
  • ધારાસભ્ય ધર્મેન્દ્ર યાદવ અને રાજીવ અરોડાના ઘરે વિભાગની ટીમ પહોંચી હતી.
  • બન્ને ગેહલોતના અંગત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
  • રાજસ્થાનમાં કોંગ્રેસની સ્થિતિને જોતા કોંગ્રેસની ચિંતામાં વધારો
  • રાજસ્થાનના રાજકારણને લઈને કોંગ્રેસ હરકતમાં આવી છે
  • પરિસ્થિતિને સંભાળવા માટે કોંગ્રેસ તેમના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને જયપુર મોકલી ડેમેજ કન્ટ્રોલ કરવાની કવાયત હાથ ધરી
  • કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલ, અવિનાશ પાંડે જયપુર પહોંચ્યા છે

જયપુર: રાજસ્થાન કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠક માટે એક વ્હિપ જાહેર કરાયું છે. રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડેનું કહેવું છે કે, જે લોકો વિધાનસભા બેઠકમાં સામલે થશે નહીં તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, કોંગ્રેસે સાથી અપક્ષોએ સાથે મળી 109 ધારાસભ્યોએ પાર્ટીના પક્ષમાં સમર્થન પત્ર જાહેર કર્યો છે.

રાજસ્થાનમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટ ધારાસભ્ય પક્ષની બેઠકમાં નહીં આવે, પક્ષ બહારનો રસ્તો બતાવી શકે છે. જો કે, પાયલટે દાવો કર્યો હતો કે, અશોક ગહલોતની સરકાર લઘુમતીમાં છે. આ દાવા બાદ હવે રાજનીતિ ચરમસીમા પર આવી છે.

અંદાજે રાત્રે 2 કલાકે રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડે, રણદીપ સુરજેવાલા અને અજય માકને મુખ્યપ્રધાન આવાસમાં સંયુક્ત પ્રેસ કૉન્ફેરન્સ કરી હતી. આ દરમિયાન અવિનાશ પાંડે કહ્યું કે, સોમવારે સવારે 10:30 કલાકે કોંગ્રેસ ધારાસભ્યપક્ષની બેઠક યોજાશે. જેને લઈ ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કરાયું છે. જો કોઈ ધારાસભ્યો, ધારાસભ્ય પક્ષની બેઠક ઉપસ્થિત નહીં રહે તો તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 109 ધારાસભ્યોએ પાર્ટીના પક્ષમાં સમર્થન પત્ર આપ્યું છે.

આ અંગે ગત રોજ રાત્રે આશરે 9 વાગ્યે એક બેઠક મળી હતી. જેમાં CM ગેહલોતે પ્રધાનો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં 75 MLA હાજર રહ્યાં હોવાની વાત છે. આજે સોમવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળશે. જેમાં વ્હિપ આપવામાં આવ્યું છે અને આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવી છે.

ગેહલોત સરકારમાં નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે છેવટે મૌન તોડીને સૌને ચોંકાવી દીધા હતાં. તેમણે કહ્યું- મારી પાસે 30 ધારાસભ્યનું સમર્થન છે. ગેહલોત સરકાર હવે લઘુમતીમાં આવી ગઇ છે. પાયલટના આ દાવા બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળોને વેગ પકડ્યો છે. જોકે, સચિન પાયલટ સહિત 15-20 ધારાસભ્ય હાલ દિલ્હીમાં જ છે. પાયલટની જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત થઇ હોવાના પણ સમાચાર આવ્યા હતાં. જો કે, કોઇએ પુષ્ટિ કરી નથી. જો કે, હવે જયપુર અને દિલ્હીમાં રાજકીય ગરમાટો જામ્યો છે.

Last Updated : Jul 13, 2020, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details