જયપુર: રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનાવ્યા બાદ સતત એક બાદ એક રાજ્યોમાં કોંગ્રેસ પર રાજકીય સંકટ આવ્યું છે. ત્યારે રાજસ્થાનમાં અન્ય રાજ્યોના કોંગ્રેસના ધારાસભ્યોને શરણગતિ આપતા તેમની રખેવાળી કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ ધારાસભ્યોને જયપુરમાં રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા પહેલા કોંગ્રેસના 40 ધારાસભ્યોને જયપુર લાવવામાં આવ્યા હોય કે પછી મધ્યપ્રદેશમાં સરકાર બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર લાવવામાં આવ્યા હોય કે પછી રાજ્યસભાની સીટ બચાવવા માટે ગુજરાતના કોગ્રેસના ધારાસભ્યોને જયપુર લાવવામાં આવ્યા હોઈ, ત્રણેય રાજયમાં રાજકારણ સંકટમાંથી બહાર લાવાવ રાજસ્થાનની અશોક ગહેલોતના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને જ કોંગ્રેસ ધારાસભ્યોની રખેવાળી કરવાની જવાબદારી આપવામાં આવી છે.