જયપુર : ભિલવાડાની સહાડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય કૈલાસ ત્રિવેદીનું મંગળવારે વહેલી કોરોનાના કારણે અવસાન થયું હતું. ત્રિવેદીની ગુડગાંવની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મુખ્યપ્રધાન અશોક ગેહલોત, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ અને અન્ય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
રાજસ્થાન: કોંગ્રેસના ધારાસભ્ય કૈલાસ ત્રિવેદીનું કોરોનાના કારણે નિધન - કૈલાસ ત્રિવેદી
ભિલવાડાની સહાડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય કૈલાસ ત્રિવેદીનું મંગળવારે વહેલી સવારે કોરોનાના કારણે અવસાન થયું હતું. ત્રિવેદીની ગુડગાંવની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મુખ્યપ્રધાન અશોક ગેહલોત, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ અને અન્ય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
![રાજસ્થાન: કોંગ્રેસના ધારાસભ્ય કૈલાસ ત્રિવેદીનું કોરોનાના કારણે નિધન કૈલાસ ત્રિવેદી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9067395-4-9067395-1601968988233.jpg)
કૈલાસ ત્રિવેદી
કૈલાસ ત્રિવેદી 65 વર્ષના હતા. ગયા મહિનથી તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ કોરોના પોઝિટિવ હતા. ફેફસાની સમસ્યાઓના કારણે તેની સ્થિતિ વધુ ખરાબ બની હતી. બાદમાં તેમને ગુડગાંવની હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા હતા.