જયપુરઃ સોમવારે રાજસ્થાનના મુખ્યપ્રધાને કહ્યું હતું કે, વધુ પાંચ રાજ્યો કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈ જવા તૈયાર છે. જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને આસામ સામેલ છે.
કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને લવવા ગુજરાત તૈયાર, મમતા-નીતિશ અસહમતી
કોરોના વાઈરસની મહામારીને કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આ લોકડાઉન કારણે અનેક વિદ્યાર્થીઓ, મજૂરો અને સામાન્ય લોકો અલગ અલગ રાજ્યમાં ફસાયા છે. જે મામલે રાજસ્થાનના મુખ્યપ્રધાનો વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વતચીત કરી રહ્યાં છે.
કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈ અશોક ગેહલોતે કહ્યં કે, આ અંગે અમે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી છે, પરંતુ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સિવાય બધા આ મામલે સહમતી જતાવી રહ્યાં છે. આ બંને મુખ્યપ્રધાનો આ મામલે સહમત થતાં નથી.
કોરોના વાઈરસની મહામારીને કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આ લોકડાઉન કારણે અનેક વિદ્યાર્થીઓ, મજૂરો અને સામાન્ય લોકો અલગ અલગ રાજયમાં ફસાયા છે. રાજસ્થાનના કોટમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પોત પાતાના રાજ્યમાં મોકલવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.