જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં નવો વળાંક આવ્યો છે. જેના કારણે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. બહુજન સમાજ પાર્ટીએ તમામ 6 ધારાસભ્યોને એક વ્હિપ જારી કરીને નિર્દેશ આપ્યો છે કે જો સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ મત આપો. નોટિસમાં એવું પણ લખ્યું છે કે જો જો પક્ષના વ્હિપનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેના વિરૂદ્ધ એન્ટિ-ડિફેક્શન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
રાજસ્થાનના CM અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી, બસપાએ તમામ 6 ધારાસભ્યોને સરકારની વિરૂદ્ધ મત આપવા કહ્યું - Anti-defection law
રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે હવે એક નવો વળાંક આવ્યો છે. બસપાએ તમામ 6 ધારાસભ્યોને વ્હિપ જારી કર્યો છે, કે જો ફ્લોર ટેસ્ટ થાય તો ગેહલોત સરકારની વિરૂદ્ધ પોતાનો મત આપજો. બસપાએ વ્હિપનો ભંગ કરવા બદલ એન્ટિ-ડિફેક્શન કાયદા હેઠળ કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે. બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ આ વ્હિપ જારી કર્યો છે.
બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ આ વ્હિપ જારી કર્યો છે. મિશ્રાએ સ્પષ્ટ કહ્યું કે બહુજન સમાજ પાર્ટી એક રાષ્ટ્રીય પક્ષ છે અને તે કોંગ્રેસમાં ભળી નથી. જો કે, રાજસ્થાનમાં બસપાના જીતેલા તમામ છ ધારાસભ્યો કોંગ્રેસમાં ભળી ગયા હતા, અને આ ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યો સાથે અત્યારે ફેયરમાઉન્ટ હોટલમાં છે. આ મામલે બીએસપી હાઇકોર્ટમાં પણ જશે.
રાજસ્થાનમાં જે ધારાસભ્યોને બસપાએ તેમના પક્ષના માનીને વ્હિપ જારી કર્યું છે, તેમાં રાજેન્દ્રસિંહ ગુધા, લખન સિંહ, દીપચંદ, જોગીન્દર સિંહ અવાના, સંદીપ કુમાર અને વજીબ અલીના શામેલ છે. આ તમામ ધારાસભ્યો બસપાની ટિકિટ પર 2018ની ચૂંટણી જીત્યા હતા. પરંતુ 2019 માં આ તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા.