સીકરઃ રાજસ્થાનના સીકરમાં એક 52 વર્ષીય ઑટો-રિક્ષા ચાલકને 'મોદી ઝિંદાબાદ' અને 'જય શ્રી રામ' ન બોલવા પર ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. પીડિતે જણાવ્યું કે, મારા પર હુમલા કરનારા બે લોકોએ દાઢી ખેંચી અને પાકિસ્તાન જવા માટે કહ્યું હતું. પોલીસે બંને હુમલાખોરોની ધરપકડ કરાઈ છે. ગફાર અહમદ કચ્છવાએ પોલીસમાં ફરિયાદ કરી કે, આરોપીએ તેની ઘડિયાળ અને પૈસા ચોરી લીધા હતા. એટલું જ નહીં હુમલાખોરોએ તેના દાંત તોડ્યા અને એક આંખ સોજાડી હતી. પીડિતે એક મોઢા પર એક અનેક નિશાન છે.
FIR અનુસાર, શુક્રવારે સવારે લગભગ 4 કલાકે પીડિત નજીકના એક ગામડામાં યાત્રિકોને છોડ્યા બાદ પરત ફરી રહ્યો હતો, જ્યારે એક કારમાં સવાર બે લોકોએ તેને અટકાવ્યો અને તેની પાસેથી તમાકૂ માગ્યું હતું. જો કે, તેમણે જે તમાકૂ આપ્યું તે લેવાથી હુમલાખોરોએ મનાઇ કરી અને કથિત રીતે 'મોદી ઝિંદાબાદ' અને 'જય શ્રી રામ' કહેવા માટે કહ્યું હતું. જેને મનાઇ કરતા હુમલાખોરોએ એક લાકડી વડે માર્યો હતો.