ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન ATSએ બાડમેરથી પાકિસ્તાની એજન્ટની અટકાયત કરી - Rajasthan Barmer

રાજસ્થાન ATSએ એક મોટું ઓપરેશન ચલાવતા બાડમેરથી પાકિસ્તાની જાસૂસની અટકાયત કરવામાં આવી છે. પાકિસ્તાની એજન્ટ મુસ્તાક અલી ખાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુસ્તાક અલી ખાન પાકિસ્તાનને સરહદી વિસ્તારો અને સૈન્ય પ્રવૃત્તિઓથી સંબંધિત માહિતી મોકલવાનું કામ કરતો હતો. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા રાજસ્થાન ATSને આ માહિતી આપવામાં આવી હતી. જેના આધારે મુસ્તાક અલી ખાન પર છેલ્લા 1 વર્ષથી રાજસ્થાન ATS દ્વારા નજર રાખવામાં આવી હતી.

etv bharat
રાજસ્થાન એટીએસએ બાડમેરથી પાકિસ્તાની એજન્ટની અટકાયત કરી

By

Published : Aug 26, 2020, 4:24 PM IST

જયપુર : રાજસ્થાન ATSએ એક મોટુ ઓપરેશન ચલાવતા બાડમેરથી એક પાકિસ્તાની જાસૂસની અટકાયત કરવામાં આવી છે. પાકિસ્તાની એજન્ટ મુસ્તાક અલી ખાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુસ્તાક અલી ખાન પાકિસ્તાનને સરહદી વિસ્તારો અને સૈન્ય પ્રવૃત્તિઓથી સંબંધિત માહિતી મોકલવાનું કામ કરતો હતો.

ATS દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે, મુસ્તાકે પાકિસ્તાની ખૂફિયા એજન્સી આઈએસઆઈને ભારતીય સૈનાના વિસ્તારોથી જોડાયેલી અને સૈન્ય પ્રવૃત્તિઓ સંબંધિત અનેક માહિતી મોકલી હતી. ATSને મુસ્તાકના મેઇલ દ્વારા બોર્ડર વીડિયો અને આર્મીના પ્રતિબંધિત વિસ્તારોના ફોટો અને વીડિયો પણ મળી આવ્યા છે. ATSની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીએ ફેસબુક પર પાંચ એકાઉન્ટ બનાવી રાખ્યા છે. જેમાં ઘણા પાકિસ્તાની નાગરિકો જોડાયેલા છે. મુસ્તાકના પિતાની પણ અગાઉ નકલી નોટોની દાણચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ATSના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર પ્રકરણ પર નજર રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details