ન્યૂઝ ડેસ્ક: રાજસ્થાનમાં આજે એટલે કે શુક્રવારે શરૂ થઇ રહેલા વિધાનસભા સત્રમાં ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. જેમાં કોંગ્રેસે સરકાર બચાવવા માટે વિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડશે.
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની નારાજગીનો અંત આવ્યો છે. સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોની કોંગ્રેસમાં વાપસી થઈ છે. સચિન પાયલટે ગેહલોત સાથે ગુરુવારે મુલાકાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં અશોક ગેહલોતના નૈતૃત્વવાળી કોંગ્રેસ સરકારે શુક્રવારથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં વિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો છે.