કરૌલી: રાજસ્થાનના કરૌલી જિલ્લામાં સપોટરા મંદિરના પૂજારીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. મંદિરના પૂજારીને પેટ્રોલ છાંટીને સળગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન પૂજારીનું મોત થયું હતું. આ પછી રોષે ભરાયેલા પરિવાર અને ગ્રામજનો મૃતદેહ સાથે ધરણા પર બેઠા હતા.
રાજસ્થાન: મૃતક પૂજારીના પરિવારને યોગ્ય વળતરની જાહેરાત બાદ મૃતકના અંતિમ સંસ્કાર કરાયા - યોગ્ય વળતરની જાહેરાત
કરૌલીમાં બાબુ પૂજારીની હત્યા બાદ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટેનું આંદોલન સમાપ્ત થઈ ગયું છે. આંદોલન સમાપ્ત થયાની જાહેરાત રાજ્યસભાના સાંસદ કિરોડીલાલ મીણાએ કરી હતી. આપને જણાવી દઈએ કે પીડિતના પરિવારને રૂપિયા 10 લાખની આર્થિક સહાય, કરાર આધારિત નોકરી તેમજ પોલીસ અધિકારી અને પટવારીને તપાસમાં સહયોગ નહીં આપવા માટે તેમને પદ પરથી હટાવવાની માગણીઓ સંતોષાયા બાદ મૃતકના પરિજન આંદોલન પુરૂં કરવા સહમત થયા હતા. ત્યારબાદ પૂજારીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, પીડિતના પરિજનોને ન્યાય અપાવવા માટે રાજ્યસભાના સાંસદ ડૉ. કિરોડીલાલ મીણા પણ મૃતકના પરિવારજનો સાથે ધરણા પર બેઠા હતા. મીણાએ માંગણી કરી હતી કે, જો પીડિતને 3 કલાકમાં ન્યાય નહીં આપવામાં આવે તો સીએમ આવાસ પર મૃતદેહ લઈ જઈને ધરણા કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ પીડિતના પરિવારને રૂપિયા 10 લાખની આર્થિક સહાય, પીડિતના પરિજનને કરાર આધારિત નોકરી તેમજ પોલીસ અધિકારી અને પટવારીને તપાસમાં સહયોગ નહીં કરવા માટે તેમને પદ પરથી હટાવવાની માગણીઓ સંતોષાયા બાદ મૃતકના પરિજન આંદોલન પુરૂં કરવા સહમત થયા હતા અને પૂજારીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.