પશ્ચિમી ઉત્તરપ્રદેશના અતિ મહત્વનો વિસ્તાર બાગપત છે, જ્યારથી અહીં ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી આ વિસ્તારમાં એક વ્યક્તિ ખૂબ જ ચર્ચામાં છે. આ વ્યકિત છે કેપ્ટન રાજ સિંહ ઢાકા. જેમણે 16 વખત લોકસભા અને 17 વખત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે. પંચાયતની એક પણ ચૂંટણી એવી નહીં હોય જેમાં તેમણે મતદાન કર્યું ન હોય.
બાગપત જિલ્લાથી 25 કિમી દૂર એક એવું ગામ છે જ્યાં રિટાર્યડ ફૌજી રાજ સિંહ ઢાકા રહે છે. આ કેપ્ટનનો જન્મ બાગપત ટિકુલીમાં 10 માર્ચ 1926માં થયો હતો. આ એક એવા શખ્સ છે જેમણે અંગ્રજોથી ભારતીય અધિકારો સાથે કામ કરેલું છે. કેપ્ટન રાજ સિંહ 1984માં જાટ રેજીમેન્ટમાં સિપાઈની પોસ્ટ પર ભરતી થયા હતા. ત્યાર બાદ બઢતી થતા થતા તેઓ કેપ્ટન થઈ ગયા.