ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાયપુર સ્માર્ટ સિટી લિમિટેડે ગરીબ બાળકોને ભણાવવા 'સ્માર્ટ ફોન' દાન કરવા અપીલ કરી - રાયપુર સ્માર્ટ સિટી લિમિટેડ પહેલ

રાયપુર સ્માર્ટ સિટી લિમિટેડે એક સ્માર્ટ પહેલ કરીને ગરીબ બાળકોને ભણાવવા માટે નાગરિકોને સ્માર્ટ ફોન દાન કરવા અપીલ કરી છે.

ો
રાયપુર સ્માર્ટ સિટી લિમિટેડે ગરીબ બાળકોને ભણાવવા 'સ્માર્ટ ફોન' દાન કરવા અપીલ કરી

By

Published : Jul 4, 2020, 3:15 PM IST

રાયપુર: રાયપુર સ્માર્ટ સિટી લિમિટેડે ગરીબ બાળકોને ભણાવવા માટે લોકોને સ્માર્ટ ફોન દાન કરવા અપીલ કરી છે. આ માટે રાયપુર સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા # donateyourmobile કાર્યક્રમ શરૂ કરાયો છે. આ અંતર્ગત લોકોએ અપીલ કરવામાં આવી છે કે ઘરમાં પડેલા જુના પણ ચાલી રહેલા ફોન્સ દાન કરવામાં આવે જેથી ગરીબ બાળકોને ઑનલાઇન શિક્ષણ આપી શકાય.

donate your mobile કાર્યક્રમ

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, માર્ચથી દેશભરની શાળાઓ અને કોલેજો બંધ છે. પરંતુ વિદ્યાર્થીઓએ તેમના ઓનલાઇન અભ્યાસ શરૂ કર્યા છે. શાળાઓ અને કૉલેજોમાં ઓનલાઇન વર્ગો ચાલે છે. આવી સ્થિતિમાં ગરીબ પરિવારોના બાળકોને ઑનલાઇન વર્ગોમાં ભણાવવા માટે રાયપુર સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા #donateyourmobile જેવી એક પ્રશંસનીય પહેલ શરૂ કરી છે.

સ્માર્ટ ફોન ન હોવાને કારણે ગરીબ બાળકો શિક્ષણ મેળવી શકતા નથી

હકીકતમાં, શહેરમાં ઘણા ગરીબ પરિવારોનાં બાળકો ઘરે સ્માર્ટ ફોન ન હોવાને કારણે તેમના શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. ગરીબ બાળકોને શિક્ષિત કરવા માટે, રાયપુર સ્માર્ટ સિટી લિમિટેડ, નાગરિકોને "ડોનેટ યોર મોબાઈલ" પ્રોગ્રામ અંતર્ગત જૂના 'સ્માર્ટ મોબાઇલ ફોન' દાન કરીને તેમનું શિક્ષણ દાન કરવા અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details