મુર્બાદના તહસીલદાર અમોલે કહ્યું કે, ભારે વરસાદને કારણે રાયતા ગામમાં વહેતી ઉલ્હાસ નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેનો કેટલોક ભાગ નદીની સાથે પૂરમાં તણાયો હતો. વરસાદની અસર મુંબઈથી અમદાવાદને જોડતા હાઈવે પર પડી છે.
મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર યથાવત, મુર્બાદ-કલ્યાણને જોડતો પુલ ધરાશાયી
થાણે: મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનો કહેર યથાવત છે. મુર્બાદથી કલ્યાણના રસ્તાને જોડતો પુલ ભારે વરસાદને કારણે ધરાશાયી થયો હતો. પુલ ધરાશાયી થવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Rain in Maharashtra
ઉલ્હાસ નદીના પાણીના સ્તરમાં વધારો થતાં બદલાપુર, ટિટવાલામાં પૂર આવ્યું હતું. પૂરના કારાણે 370 ઘર પાણીમાં ડૂબ્યા છે. રાહત બચાવ કાર્યદળ દ્વારા પરિવારોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.
NDRF, સેના, નૌસેના, વાયુસેના અને રેલવેની ટીમે 1,000થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. ઉલ્હાસ નદી પાસે આવેલા સટે જિલ્લાના બદલાપુરના બંગાનીમાં બનેલો મુંબઈ-કોલ્હાપુર મહાલક્ષ્મી એક્સપ્રેસ પણ પ્રભાવિત થયો છે.