હૈદરાબાદ: મંગળવારે અહીંના ઇબ્રાહીમપટ્ટનમ ખાતે મકાનની છત ધરાશાયી થતાં 40 વર્ષીય મહિલા અને તેની પુત્રીનું મોત નીપજ્યું હતું. કારણ કે, તેલંગાણાના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા.
હૈદરાબાદ ટ્રાફિક પોલીસે એલર્ટ કર્યું જાહેર:
- ઉપલ-એલબી નાગર રસ્તો બંધ
- દિલસુખનગર રસ્તો બંધ
- બેગમપેટમાં ભારે પાણીનો પ્રવાહ
- નિઝામપેટ વિસ્તાર સંપૂર્ણપણે પાણીથી ડૂબી ગયો
- ભંડારી લેઆઉટને સંપૂર્ણપણે અસર થઈ
- મેહદીપટ્ટનમ- હાઈટે સિટી સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ. કુકટપૈલી આઈડીપીએલ તળાવ, હાફીઝપેટ તળાવન પાણી બહાર આવત મુસી દરવાજા ખોલવામાં આવ્યા છે. હુસેનસાગર 4 દરવાજા ખોલ્યા.
- આજે હિમાયથસાગર દરવાજા ખોલવામાં આવશે. એચસીયુ તરફ ગચીબોવલી સંપૂર્ણપણે ડૂબી ગયા છે.
- હૈદરાબાદ કુલ વરસાદ: 24 કલાકની અંદર 32 સે.મી. જે 1 સદીના સમયગાળા પછીનો રેકોર્ડ છે.
- સોમાજીગુડા-ગ્રીનલેન્ડ્સ, પંજાગુટા, પીવીએનઆર એક્સપ્રેસ હાઇવે, મહેદિપટ્ટનમ, ટોલીચોકી સંપૂર્ણપણે ડૂબી ગયા. હુસેનસાગર દરવાજા ખોલવાના કારણે અશોકનગર, હિમાયનાથનગર, મુશીરાબાદ હાઈએલર્ટ પર છે.
- ટી.એસ. સરકાર દ્વારા જાહેર કરાયું હાઇ રેડ એલર્ટ.
- બેંગ્લોર હાઇવે બંધ. હૈદરાબાદ-વિજયવાડા હાઇવે બંધ કરાયો છે.
મકાન ધરાશાયીની ઘટનામાં મહિલા અને તેની 15 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રાત્રે 12 કલાક તેમના ઘરની છત તૂટી પડતાં તેનો પુત્રને સામાન્ય ઇજા પહોંચી હતી.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી)ની મર્યાદામાં ઘણા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જીએચએમસીમાં સરેરાશ વરસાદ 98.9 મીમી હતો.
આ પણ વાંચોઃ હૈદરાબાદમાં ધોધમાર વરસાદ, લોકોને ઘરની બહાર ન નિકળવાની કરાઈ અપીલ