ગુજરાત

gujarat

ETV Bharat / bharat

1 જૂનથી 200 ટ્રેન દોડશે: આજે સવારે 10 વાગ્યાથી બુકિંગ શરૂ

રેલવે પ્રધાન પિયુષ ગોયલે મંગળવારે જાહેરાત કરી હતી કે, રેલવે વિભાગ 1 જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન શરૂ કરશે. આ ટ્રેનોની ટિકિટનું બુકિંગ આજે એટલે કે 21 મેથી શરુ થઇ જશે. આ પહેલા રેલવે વિભાગે 30 સ્પેશિયલ એસી ટ્રેનો શરૂ હતી.

રેલવે પ્રધાન
રેલવે પ્રધાન

By

Published : May 20, 2020, 10:24 AM IST

Updated : May 21, 2020, 12:59 AM IST

નવી દિલ્હી: રેલવે પ્રધાન પિયુષ ગોયલે મંગળવારે જાહેરાત કરી હતી કે, રેલવે વિભાગ 1 જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન શરૂ કરશે. આ ટ્રેનોની ટિકિટનું બુકિંગ આજે એટલે કે 21 મેથી શરુ થઇ જશે. આ પહેલા રેલવે વિભાગે 30 સ્પેશિયલ એસી ટ્રેનો શરૂ હતી.

આઈઆરસીટીસી વેબસાઇટ પર ગુરુવારે સવારે 10 વાગ્યાથી બુકિંગ શરૂ થશે. તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ ઉપલબ્ધ રહેશે નહીં. જ્યારે કન્ફર્મ ટિકિટ હોય તેને જ સ્ટેશન પર એન્ટ્રી મળશે. રેલવેની આ વિશેષ સેવાઓ હાલની મજૂર અને વિશેષ એ.સી. ટ્રેનો ઉપરાંતની રહેશે. આ ટ્રેનો સંપૂર્ણ પણે એસી અને નોન એસીની જેમ આરક્ષિત રહેશે.

જનરલ કોચમાં બેસવા માટે અનામત બેઠકો રહેશે. ટ્રેનમાં કોઈ અનરિઝર્વેશન કોચ રહેશે નહીં. ભાડુ સામાન્ય રહેશે અને તમામ મુસાફરોને બેઠકો આપવામાં આવશે. આ ઉપરાંત પિયુષ ગોયલે રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે, પરપ્રાંતીય મજૂરોની મદદ કરે તેમજ તેમના નામ રેલવેને આપે, મજૂર વિશેષ ટ્રેનો દ્વારા લોકોને તેમના વતન સરળતાથી પહોંચાડી શકાય.

મજૂર સ્પેશિયલ ટ્રેનો 1 મેથી શરૂ થઈ હતી. દેશમાં 1595 મજૂર સ્પેશિયલ ટ્રેનો દ્વારા અત્યાર સુધીમાં 21 લાખથી વધુ પ્રવાસીને તેમના વતન મોકલવામાં આવ્યાં છે.

Last Updated : May 21, 2020, 12:59 AM IST

ABOUT THE AUTHOR

...view details