નવી દિલ્હી: ભારતીય રેલવે દુર્ગાપૂજા, દશેરા, દિવાળી અને છઠ્ના તહેવારોને ધ્યાનમાં રાખીને 196 જોડી તહેવાર સ્પેશલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્રેનોનું સંચાલન 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે.
આ ટ્રેનોને વધુ કલકત્તા, વારાણસી, લખનઉ, પટના અને અન્ય ઘણા સ્થળો પર ચલાવવામાં આવશે. આજથી શરૂ થતી કેટલીક વિશેષ ટ્રેનોમાં 02572 દિલ્હી-શ્રી ગંગાનગર, ટ્રેન નંબર 04519 દિલ્હી-ભટિંડા, ટ્રેન નંબર 04418 નિઝામુદ્દીન-પુણે, ટ્રેન નંબર 02231 લખનઉ-ચંદીગ, 02866 લોક-લોકમાન્ય તિલક ટર્મિનલ, 08414 પુરી-પારદીપ સ્પેશિયલ, 02892 ભુવનેશ્વર-બંગરીપોસી સ્પેશિયલ, 02760 હૈદરાબાદ-તાંબરમ દૈનિક વિશેષ ટ્રેન અને ઘણી અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.