ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મંગળવારથી દિલ્હીથી 15 ટ્રેન દોડશે, આજે સાંજે ચાર વાગ્યાથી બુંકિંગ શરૂ - કોરોના વાઈરસ ન્યૂઝ

ભારતીય રેલવેએ 12 મેથી 15 ટ્રેન દોડાવવાની ઘોષણા કરી છે. આ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ચાલશે. રિઝર્વેશન માટે બુકિંગ 11 મે એ સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે. સ્ટેશન પર તપાસ કર્યા બાદ પેસેન્જરને ટ્રેનમાં જવા દેવામાં આવશે.

Etv Bharat
Train

By

Published : May 10, 2020, 10:10 PM IST

Updated : May 11, 2020, 9:27 AM IST

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ 12 મે થી 15 ટ્રેન દોડાવવાની ઘોષણા કરી છે. આ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ચાલશે. રિઝર્વેશન માટે બુકિંગ 11 મે એ સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે. બુકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટ પર કરી શકાશે.

રેલવે મંત્રાલયે માહિતી આપી હતી કે, અમારી યોજના 12 મે થી તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની છે. શરૂઆતમાં 15 ટ્રેનો (અપ-ડાઉન સહિત 30 ટ્રેન) દોડાવવાની છે.

12 મે થી દિલ્હી રેલવે સ્ટેશન પરથી દોડશે 15 ટ્રેનો

આ સાથે જ રેલવેએ જણાવ્યું હતું કે, ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઇ મધ્ય, અમદાવાદ અને જમ્મુ તાવી જતી ટ્રેનો નવી દિલ્હી સ્ટેશનથી દોડાવવામાં આવશે.

રેલવે પ્રધાન પીયુષ ગોયલે કર્યુ ટ્વિટ

આ સિવાય સ્ટેશનો પર ટિકિટ બુકિંગ વિન્ડો બંધ રહેશે, પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ કાઉન્ટર ટિકિટ જારી કરવામાં આવશે નહીં. પ્રસ્થાન સ્થળે માસ્ક પહેરીને, આરોગ્ય તપાસણી ફરજિયાત રહેશે. ફક્ત તે લોકોને જ ટ્રેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં વાઈરસના કોઈ લક્ષણો દેખાશે નહીં.

Last Updated : May 11, 2020, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details