નવી દિલ્હી: ભારતીય રેલવે "ઇન્દોરથી વારાણસી"ની વચ્ચે ટૂંક સમયમાં ત્રીજી ખાનગી ટ્રેન ચાલુ કરવાની છે. આ ટ્રેન IRCTC દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ આગાઉ ખાનગી ટ્રેન "તેજસ એક્સપ્રેસ" સફળ રીતે શરૂ કરવામાં આવી છે. રેલવે બોર્ટના અધ્યક્ષ વીકે યાદવે જણાવ્યું કે, ત્રીજી ખાનગી ટ્રેન IRCTC દ્વારા સંચાલિત "હમસફર એક્સપ્રેસ" હશે, જે ઇન્દોર-વારાણસી માર્ગ પર દોડશે.
રેલવેની ત્રીજી ખાનગી ટ્રેન, ઇન્દોરથી વારાણસી વચ્ચે દોડવા માટે તૈયાર - RCTC દ્વારા સંચાલિત
બે નવી ટ્રેનો (તેજસ એક્સપ્રેસ )ના સંચાલન બાદ ભારતીય રેલવે ત્રીજી ખાનગી ટ્રેન ચાલુ કરવા તૈયાર થઇ ગયું છે."ઇન્દોરથી વારાણસી"ની વચ્ચે ટૂંક સમયમાં જ આ નવી ટ્રેન શરૂ થવાની છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે જણાવ્યું કે, ત્રીજી ટ્રેન IRCTC દ્વારા સંચાલિત "હમસફર એક્સપ્રેસ" છે. જે "ઇન્દોર-વારાણસી"ના રૂટ પર ચાલશે. આ સેવા 20 ફ્રેબુઆરીથી શરૂ થવાની આશા છે.
રેલવેની ત્રીજી ખાનગી ટ્રેન "ઇન્દોરથી વારાણસી" વચ્ચે દોડવા તૈયાર
પ્રથમ બે "તેજસ એક્સપ્રેસ" વર્તમાનમાં નવી દિલ્હી - લખનઉ અને મુંબઇ - અમદાવાદના માર્ગ પર ચાલી રહી છે. પ્રથમ ટ્રેન ઓક્ટોબર 2019માં અને જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવી હતી. 100 માર્ગો પર ખાનગી ટ્રેનોને ચલાવવા માટે 22,500 કરોડના રોકાણનો અંદાજ છે. યાદવે વધુમાં જણાવ્યું કે, 150 ટ્રેન કે જે ખાનગી રીતે ચલાવવામાં આવશે. જો કે, અત્યારે આના પર કાર્ય ચાલું છે, અત્યાર સુધી ફક્ત IRCTC દ્વારા તમામ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
TAGGED:
railways next private train