નવી દિલ્હી: રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું કોરોનાના કારણે નિધન થયું છે. કર્ણાટકના તબીબી શિક્ષણ પ્રધાન ડો.સુધાકર કે.એ આ અંગે માહિતી આપી હતી. સુરેશ અંગડીને બુધવારે રાત્રે 8.30 વાગ્યે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સુરેશ અંગડીનો કોરોના રિપોર્ટ 11 સપ્ટેમ્બરના રોજ પોઝિટિવ આવ્યો હતો.વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ સહિતના ઘણા નેતાઓએ કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધઆન સુરેશ અંગડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું કોરોનાના કારણે નિધન, વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું - Suresh angadi dies due to corona
કોરોના વાઇરસના કારણે રેલ રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું બુધવારે 65 વર્ષે નિધન થયું છે.સુરેશ અંગડીનો કોરોના રિપોર્ટ 11 સપ્ટેમ્બરના રોજ પોઝિટિવ આવ્યો હતો.
![રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું કોરોનાના કારણે નિધન, વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું સુરેશ અંગડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8915313-264-8915313-1600911908538.jpg)
સુરેશ અંગડી
સુરેશ અંગડી કર્ણાટકના બીજા સાંસદ છે જે કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગડી કર્ણાટકના બેલગામથી લોકસભા સાંસદ હતા. તેઓ બેલગામથી ચાર વખત લોકસભાના સભ્ય ચૂંટાયા હતા. તેમણે 2019 ની ચૂંટણીમાં પણ વિજય મેળવ્યો હતો. તેઓ 2004, 2009, 2014 અને 2019 માં લોકસભાની ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા.