નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ બધી જ વિશેષ ટ્રેન માટે એડવાન્સ રિઝર્વેશનની સમય મર્યાદામાં વધારો કર્યો છે. જેમાં 12 મેથી રાજધાની ટ્રેનના માર્ગ પર સંચાલિત 15 જોડી ટ્રેન અને એક જૂનથી ચાલવા જઇ રહેલી 100 જોડી નવી ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રેલવેએ બધી જ વિશેષ ટ્રેનો માટે અગ્રિમ આરક્ષણના સમયને 30 દિવસથી વધારીને 120 દિવસ કર્યો છે. જેમાં 12 મેથી રાજધાની ટ્રેનના માર્ગ પર સંચાલિત 15 જોડી ટ્રેન અને એક જૂનથી ચાલવા જઇ રહેલી 100 જોડી નવી ટ્રેનનો સમાવેશ થાય છે.