નવી દિલ્હીઃ રેલવેએ 30 જૂન સુધીની યાત્રા માટે નિયમિત ટ્રેનોમાં કરાયેલા બધા જ જૂના બુકિંગને રદ કરવા અને ટિકિટના પૂરા પૈસા પરત કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના એક આદેશમાં પહેલી મેથી શરૂ કરાયેલી શ્રમિક વિશેષ ટ્રેન સેવા અને 12 મેથી શરૂ કરાયેલી વિશેષ ટ્રેનોનું સંચાલન શરૂ રહેશે.
જે ટિકિટ રદ કરવામાં આવશે, તે લોકડાઉનના સમયમાં તે સમયે બુક કરાવવામાં આવી હતી, જ્યારે રેલવેએ જૂનમાં યાત્રીઓ માટે બુકિંગની અનુમતિ આપી હતી.