હૈદરાબાદ: કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડીએ કહ્યું કે, દેશના કોઈપણ સ્થળે જવા રેલવે ટિકિટની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારોએ ટ્રેનો ચલાવવાની અપીલ કરી હતી. જેથી ફસાયેલા લોકો પોતપોતાના વતન જઈ શકે. કિશન રેડ્ડીએ કહ્યું કે, તમે ટ્રેનથી ગમે તેટલી દૂર સુધી મુસાફરી કરો. આ સમય દરમિયાન ટિકિટનો ભાવ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે.
દેશમાં કોઇપણ સ્થળે જવા રેલવેની ટિકિટ માત્ર 50 રૂપિયામાંઃ કિશન રેડ્ડી - covid-19 in gujarat
કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડીએ કહ્યું કે, દેશના કોઈપણ સ્થળે જવા રેલને ટિકિટની કિંમત 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારોએ ટ્રેન ચલાવવાની અપીલ કરી હતી, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોના કહેવા પર લોકડાઉન વધારવામાં આવ્યું છે. શુક્રવારે પરપ્રાંતિયો માટે છ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી. મજૂરોને વતન જવા માટે આગામી દિવસોમાં 300થી વધુ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે અને દેશભરમાં ટિકિટની કિંમત 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
ગૃહ પ્રધાન કિશન રેડ્ડીએ કહ્યું કે, રાજ્યો દ્વારા અપાયેલી સૂચનાના આધારે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનને વિભાજિત કરવામાં આવ્યા છે. લોકડાઉન ફક્ત સંબંધિત રાજ્યોની ઇચ્છાથી વધારવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નોડલ અધિકારીઓ નિર્ણય લેશે કે કોને સ્થાનાંતરિક કરવામાં આવશે, જેથી અમે તેમને તેમના સંબંધિત સ્થાન પર સ્થાનાંતરિત કરી દઇએ.