નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસ, યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર (YTSK) અને આઇઆરસીટીસી (IRCTC)ના અધિકૃત એજન્ટો દ્વારા રિઝર્વ ટિકિટનું બુકિંગ શરૂ થશે.
આજથી રેલવે ટિકિટ બુકીંગ ચાલુ, રિઝર્વેશન કાઉન્ટર અને અધિકૃત એજન્ટ પાસે ટિકિટ બુક થઈ શકશે - Railway ticket booking
પોસ્ટ ઓફિસ, યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર (YTSK) અને આઇઆરસીટીસી (IRCTC)ના અધિકૃત એજન્ટો દ્વારા રિઝર્વ ટિકિટનું બુકિંગ શરૂ થશે.
આજથી રેલવે ટિકિટ બુકીંગ ચાલુ
ભારતીય રેલવેએ નક્કી કર્યું છે કે, 22-05-2020થી રિઝર્વ ટિકિટ બુકિંગ / કેન્સલેશનની સુવિધા પોસ્ટ ઓફિસ, યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર (YTSK) પર ઉપલબ્ધ રહેશે. આઇઆરસીટીસી(IRCTC)ના અધિકૃત એજન્ટો દ્વારા રિઝર્વ ટિકિટની સુવિધા મળી શકશે.
કોવિડ-19ના ફેલાવાને ધ્યાનમાં રાખીને તમામ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન તમામ યાત્રીઓએ કરવું પડશે. દરેક યાત્રીએ ગાઈડલાઈન મુજબ સ્વચ્છતાનું ધ્યાન પણ રાખવું પડશે અને પાલન પણ કરવું પડશે.