નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલના માતાનું શનિવારે સવારે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. ચંદ્રકાન્તા ગોયલ મહારાષ્ટ્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
રેલવે પ્રધાન પિયુષ ગોયલના માતા ચંદ્રકાન્તા ગોયલનું નિધન - પિયુષ ગોયલ
કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલની માતાનું શનિવારે સવારે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. ચંદ્રકાન્તા ગોયલ મહારાષ્ટ્રના ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
પિયુષ ગોયલના માતાનું નિધન
આ અંગેની માહિતી પિયુષ ગોયલે ટ્વીટ કરીને આપી હતી. પિયુષ ગોયલે લખ્યું કે, 'મારી માતા જેમણે મને હંમેશા પ્રેમ અને સ્નેહ સાથે જીવનનો માર્ગ બતાવ્યો, તેમનું આજે સવારે નિધન થયું છે. તેમણે પોતાનું સમગ્ર જીવન લોકોની સેવામાં વિતાવ્યું હતું અને અમને પણ લોકોની સેવા કરવા પ્રેરણા આપી હતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે".
આપને જણાવી દઈએ કે, ચંદ્રકાન્તા ગોયલ મહારાષ્ટ્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.