ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પિયુષ ગોયલે તમામ રાજ્ય સરકારને સ્પેશિયલ ટ્રેન ચલાવવાની મંજૂરી આપવા અપીલ કરી

રેલવે પ્રધાન પિયુષ ગોયલે તમામ રાજ્યોના પ્રવાસી શ્રમિકોને ઘરે પરત લઇ આવવાની પરવાનગી આપવાની અપીલ કરી હતી. એ પહેલા કે રેલવે આવનારા ત્રણ કે ચાર દિવસોમાં જ તમામ શ્રમિકોને ઘરે પહોંચાડી શકે.

પિયુષ ગોયલે રાજ્યોને સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવા અપીલ કરી
પિયુષ ગોયલે રાજ્યોને સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવા અપીલ કરી

By

Published : May 10, 2020, 8:51 PM IST

નવી દિલ્હી : રેલવે પ્રધાન પિયુષ ગોયલે તમામ રાજ્યોને અપીલ કરી છે કે, તમામ શ્રમીકો માટે શરૂ કરાયેલી સ્પેશિયલ ટ્રેનને મંજૂરી આપે જેથી ફસાયેલા લોકો આવનારા ત્રણ કે ચાર દિવસોમાં પોતાના ઘરે પહોંચી જાય.

ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને આવી રીતે ટ્રેન ચલાવવાનો પત્ર લખ્યા બાદ રેલવે પ્રધાને અપીલ કરી છે.

પિયુષ ગોયલે ટ્વીટ કર્યુ કે, 'માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આદેશ મુજબ રેલવે ઓછા સમયના નોટિસ પર દરેક દિવસે 300 શ્રમીક સ્પેશિયલ ટ્રેન ચલાવવા છેલ્લા છ દિવસોથી તૈયાર છે.

તેઓએ કહ્યું કે, 'હું તમામ રાજ્યોને અપીલ કરૂં છુંં કે, ફસાયેલા શ્રમીકોને પરત મોકલવાની મંજૂરી આપે જેથી આવનારા ત્રણ ચાર દિવસમાં તમામ લોકો ઘરે પરત ફરી શકે.

ABOUT THE AUTHOR

...view details