ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી: રેલવે આઈસોલેશન કોચ કોરોના દર્દીઓ માટે વરદાન સાબિત થયા, 29 દર્દીઓ સ્વસ્થ થયા - Railway isolation coaches in Shakurbasti

દિલ્હીના શકુરબસ્તી વિસ્તારમાં બનાવેલા રેલવે આઈસોલેશન કોચ કોરોના વાયરસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 29 લોકો અહીંથી સ્વસ્થ થયા છે અને 46 લોકોની સારવાર હજુ પણ તેમાં કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, દિલ્હીમાં કુલ 9 સ્થળોએ ઉભા કરેલા આઇસોલેશન કોચમાં, શકુરબસ્તી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં, કોચ અત્યારના સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે કામ કરી રહ્યા છે.

દિલ્હીના શકુરબસ્તી વિસ્તારના રેલ્વે આઇસોલેશન કોચ કોરોના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થયા, 29 દર્દીઓ સ્વસ્થ થયા
દિલ્હીના શકુરબસ્તી વિસ્તારના રેલ્વે આઇસોલેશન કોચ કોરોના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થયા, 29 દર્દીઓ સ્વસ્થ થયા

By

Published : Jul 11, 2020, 4:45 PM IST

નવી દિલ્હી: ઉત્તર રેલ્વેના ચીફ જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 75 લોકોને શકુરબસ્તી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કોચમાં દાખલ કરાયેલા દર્દીઓની તમામ જરૂરી સુવિધાઓ તેમજ ખોરાકનો ખર્ચ રેલ્વે તરફથી આપવામાં આવે છે અને રાજ્ય સરકાર સારવાર ખર્ચ ભોગવે છે. રેલ્વેએ પ્રથમ વખત આ કોચમાં વ્યવસ્થા ગોઠવવાનો દાવો કર્યો હતો. રેલવે દ્વારા શકુરબસ્તીમાં કોચની સલામતીથી માંડીને દર્દીઓના આરામ સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

દિલ્હીના શકુરબસ્તી વિસ્તારના રેલ્વે આઇસોલેશન કોચ કોરોના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થયા, 29 દર્દીઓ સ્વસ્થ થયા
રેલ્વેએ દિલ્હીમાં કુલ 9 સ્થળોએ 503 આઇસોલેશન કોચ ઉભા કર્યા છે. આ 503 આઇસોલેશન કોચ કુલ 8048 બેડની બરાબર છે. શકુરબસ્તી ઉપરાંત આ કોચને આનંદ વિહાર, દિલ્હી સારા રહિલા, સફદરજંગ, દિલ્હી શાહદરા, આદર્શ નગર, દિલ્હી કેન્ટ, બાદલી અને તુગલકાબાદ સ્ટેશનો પર તૈનાત કરવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે,આનંદ વિહારમાં ઉભા કરેલા કોવિડ કોચ પણ ઉપયોગ માટે તૈયાર છે. રાજ્ય સરકાર ઇચ્છે ત્યારે,તેનો ઉપયોગ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details