નવી દિલ્હી : કોરોના વાઇરસ સામેની લડાઇમાં દેશના લોકો PM-CARESમાં દિલ ખોલીને ફંડ આપી રહ્યા છે, ત્યારે દેશના ઉદ્યોગપતિઓ અને દેશના સરકારી કર્મચારીઓ પણ પોતાનું યોગદાન આપવામાં પાછળ રહ્યા નથી. આ તકે પીએમ મોદી દ્વારા દેશના લોકોને આ લડાઇમાં સહભાગી થવા દેશના લોકોને અપિલ કરી છે. જેમાં હવે રેલવેના કર્મચારીઓ દ્વારા પોતાની એક દિવસની સેલેરી એટલે કે 151 કરોડ રુપિયા PM-CARESમાં જમા કરાવવા આગળ આવ્યા છે. રેલવે સિવાય સીબીએસઇએ પણ કોરોના વાયરસ સામેની લડાઇમાં ફંડ આપ્યું છે, સીબીએસઇ દ્વારા 21,00,000 લાખ રુપિયાની સહાય કરવામાં આવી છે. આ લોકો પોતાની મર્જીથી દાન આપી રહ્યા છે.
કોરોના વાઇરસ સામેની લડતમાં રેલવે કર્મચારીઓએ એક દિવસની સેલેરી PM-CARESમાં આપી - Railway extends
ભારતીય રેલવેના કર્મચારીઓએ કોરોના વાઇરસ સામેને લડાઇમાં પોતાની એક દિવસની સેલેરી PM-CARESમાં જમા કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે કર્મચારીઓની એક દિવસની સેલેરીની જો વાત કરવામાં આવે તો તે 151 કરોડ રૂપિયા થાય છે.
કોરોના વાયરસ સામેની લડતમાં રેલવે કર્મચારીઓએ પોતાના એક દિવસની સેલેરી PM-CARES ફંડમાં આપી
મહત્વનું છે કે આ ફંડમાં દેશના આમ લોકોએ વધારે ફંડ આપ્યું છે. જેમાં ફિલ્મી જગતની જો વાત કરવામાં આવે તો અક્ષય કુમારે 25 કરોડ રુપિયા આપ્યા છે, જ્યારે ભુષણ કુમારે 11 કરોડ PM-CARESમાં ફંડ સ્વરુપે આપ્યા છે, જ્યારે BCCIએ 51 કરોડનું ફંડ આપ્યું છે. આ ઉપરાંત ક્રિકેટર સુરેશ રૈનાએ આ ફંડમાં 31 લાખ રુપિયા આપવાનું કહ્યું છે, જ્યારે પંજાબી ગાયક ગુરુ રંધાવાએ 20 લાખ રુપિયા આપ્યા છે.