ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી સરકારની આર્થિક અને વિદેશી નીતિ નિષ્ફળ: રાહુલ ગાંધીએ વીડિયો કર્યો શેર - મોદી સરકારની આર્થિક અને વિદેશી નીતિ નિષ્ફળ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરતાં સરકારની આર્થિક અને આંતરરાષ્ટ્રીય નીતિ પર સવાલ ઉઠાવતા કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર પડોશી દેશો સાથે સંબંધો સ્થાપિત કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે.

રાહુલ
રીહુલૌ

By

Published : Jul 17, 2020, 4:55 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભારત-ચીન સરહદ વિવાદ અંગેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે આંતરરાષ્ટ્રીય સંબંધો અને અર્થવ્યવસ્થા જેવા મુદ્દાઓની ચર્ચા કરતી વખતે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે ચીનને ભારત સામે આક્રમક વલણ અપનાવવાનાં કારણોનો ઉલ્લેખ કર્યો.

આ વીડિયો 'જન કી બાત'નો પહેલો એપિસોડ છે, જે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપ સામે શરૂ કરવામાં આવેલી શ્રેણી છે, જેમાં રાહુલ ગાંધી દેશના વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો શેર કરશે.

રાહુલ ગાંધીએ વીડિયો કર્યો શેર

વીડિયોમાં કોંગ્રેસના નેતાએ પૂછ્યું, "ભારતની પરિસ્થિતિ શું છે જેનાથી ચીન આક્રમક બન્યું?" એવું શું થયું છે જેનાથી ચીનને ભારત જેવા દેશની સામે આક્રમક વલણ અપનાવવાની મંજૂરી મળી છે?

તેમણે કહ્યું કે એક દેશ તેના વિદેશી સંબંધો, તેની અર્થવ્યવસ્થા, તેના પડોશીઓ અને લોકોની ભાવનાથી સુરક્ષિત થાય છે. છેલ્લાં છ વર્ષમાં ભારત આ બધા ક્ષેત્રોમાં નિષ્ફળ ગયું છે.

તેમણે કહ્યું કે મોદી સરકાર પહેલા ભારત યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરે છે, જે હવે વ્યવહારિક સંબંધ બની ચૂક્યા છે.

કોંગ્રેસ નેતાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ભારતે હવે યુરોપ સાથે પણ તેના સંબંધોને બગાડ્યા છે. અગાઉ, નેપાળ, ભૂટાન, શ્રીલંકા અને પાકિસ્તાન સિવાયના અન્ય તમામ પાડોશી દેશો આપણા મિત્રો હતા અને ભારત સાથે મળીને કામ કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે નેપાળ આજે આપણાથી નારાજ છે, જો તમે નેપાળ જશો અને તમે નેપાળી લોકો સાથે વાત કરો તો તેઓ નારાજગી બતાવે છે. શ્રીલંકાએ ચીનને બંદર આપ્યું છે, જ્યારે માલદીવ અને ભૂટાન પણ ચિંતિત છે. આપણે આપણા વિદેશી સાથીઓ અને આપણા પાડોશને પરેશાન કર્યા છે.

બીજી તરફ, મોદી સરકારની આર્થિક નીતિ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે સરકારની આર્થિક નીતિ આપત્તિ છે.

બીજી તરફ, મોદી સરકારની આર્થિક નીતિ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે સરકારની આર્થિક નીતિ એક આપત્તિ છે.

ગાંધીએ પોતાના ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા કે, 2014 થી વડા પ્રધાન દ્વારા કરવામાં આવતી ભૂલો ભારતને મૂળભૂત રીતે નબળી બનાવી છે.

ABOUT THE AUTHOR

...view details