નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના જાણીતા ઉદ્યોગપતિ રાજીવ બજાજ સાથે કોરોના વાઇરસ સંકટ અને લોકડાઉનનાં આર્થિક પ્રભાવ વિશે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. જેનો વીડિયો આજે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવશે.
દેશની આર્થિક સ્થિતિ અંગે રાહુલ ગાંધીએ કરી રાજીવ બજાજ સાથે વાત, આજે જાહેર કરાશે વીડિયો - કોરોના વાઇરસ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના જાણીતા ઉદ્યોગપતિ રાજીવ બજાજ સાથે કોરોના વાઇરસ સંકટ અને લોકડાઉનનાં આર્થિક પ્રભાવ વિશે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. જેનો વીડિયો આજે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવશે.
![દેશની આર્થિક સ્થિતિ અંગે રાહુલ ગાંધીએ કરી રાજીવ બજાજ સાથે વાત, આજે જાહેર કરાશે વીડિયો Rahul's interactions on COVID-19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7467527-thumbnail-3x2-rahulgandhi.jpg)
રાહુલ ગાંધીએ બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, 'ગુરુવારે સવારે 10 વાગ્યે કોરોના વાઇરસ સંકટ અંગે રાજીવ બજાજ સાથેની મારી વાતચીત જોવા અને સાંભળવા માટે બધા સોશિયલ મીડિયામાં જોડાઓ.' કોરોના વાઇરસના સંકટને કારણે દેશભરમાં લોકડાઉન હોવાથી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકડાઉનનાં આર્થિક પ્રભાવ વિશે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
અગાઉ, તેમણે જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન, અભિજીત બેનર્જી અને આરોગ્ય નિષ્ણાંત આશિષ ઝા અને જોહાન ગીસેક સાથે વાત કરી હતી. આ સાથે, તેમણે દિલ્હીમાં શ્રમિકો અને મજૂરો સાથે પણ મુલાકાત કરી હતી. જેનો વીડિયો કોંગ્રેસ પાર્ટી તરફથી બહાર પાડવામાં આવ્યો હતો.